હીટ એન્ડ રન કેસ : દાહોદના ઈન્દૌર નેશનલ હાઈવે પર અજાણ્યા વાહનના ચાલકે ટુ વ્હીલર પર સવારને બેને અડફેટમાં લેતા એકનું ઘટના સ્થળે મોત તો બીજાનું સારવાર દરમ્યાન મોત

દાહોદ તા.૨૩
દાહોદ શહેરના ઈન્દૌર નેશનલ હાઈવે પર ગતરોજ એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં એક અજાણ્યા વાહનના ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ત્યાથી પસાર થતાં એક ટુ વ્હીલર ગાડી પર સવાર બે વ્યÂક્તઓને અડફેટમાં લેતા બંન્ને જણા જમીન પર ફંગોળાયા હતા અને જેને પગલે એકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતુ જ્યારે એક ગંભીર ઈજાગ્રસ્તે સારવાર દરમ્યાન હોÂસ્પટલમાં દમ તોડી નાંખતા આ બંન્ને વ્યÂક્તઓના મોતને પગલે પરિવારમાં આક્રંદનો માહૌલ સર્જાયો હતો.
ગરબાડા તાલુકાના ચાંદાવાડા ગામે હનુમાન ફળિયામાં રહેતા રાજુભાઈ ગલાભાઈ રાઠોડ (ઉ.વ.૪૫) અને તેમની સાથે હિમ્મતસિંહભાઈ ઉર્ફે હિમસીંગભાઈ પુંજાભાઈ પરમાર એમ બંન્ને જણા ગત તા.૨૨મી જુનના રોજ સવારના ૮.૩૦ વાગ્યાના આસપાસ દાહોદ શહેરના નેશનલ હાઈવે ઈન્દૌર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે રાજુભાઈએ પોતાના કબજાનું ટુ વ્હીલર વળાંકમાં પસાર કરવા જતાં સામેથી માતેલા સાંઢની માફક દોડી આવતું એક અજાણ્યા વાહનના ચાલકે રાજુભાઈના ટુ વ્હીલર વાહનને જાશભેર ટક્કર મારી નાસી જતાં રાજુભાઈ અને તેમની સાથેના હિમ્મતસિંહભાઈ ઉર્ફે હિમસીંગભાઈ બંન્ને જમીન પર ફંગોળાયા હતા. ફંગોળાયેલ રાજુભાઈને માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતા સ્થળ પર જ લોહીનું ખાબોચીયુ ભરાઈ ગયું હતુ અને હિમ્મતસિંહભાઈને હાથે અને પગે ફેક્ચર થતાં તેઓને તાત્કાલિક ૧૦૮ ઈમરજન્સી સેવા મારફતે નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમ્યાન હિમ્મતસિંહભાઈનું પણ મોત નીપજતાં પંથકમાં ચકચાર સાથે ગમગીનીનો માહૌલ સર્જાવા પામ્યો હતો. એક સાથે બંન્ને ચાલકોના મોતના પગલે પરિવારમાં જાવા મળ્યો હતો.
આ સમગ્ર મામલે મૃતકના સ્વજનોમાંથી પ્રતાપભાઈ ગલાભાઈ રાઠોડે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી અજાણ્યા વાહનના ચાલકના ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.
#Sidnhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: