પોલીસે વેપારીઓને તેમના વાહનો કોમ્પલેક્ષના પાર્કિંગમાં મૂકવા જણાવ્યુ
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ ટાઉન પોલીસનું બે દિવસથી ટ્રાફિક અભિયાન ચાલી રહ્યું છે. બસ સ્ટેન્ડથી સંતરામ રોડ પર આવેલ વર્ગો કોમ્પલેસના વેપારીઓ રોડ પર વાહનો મુકતા હોય આ વેપારીઓને સમજાવ્યા હતા અને જો તેમ છતાં આ વેપારીઓ નહીં માને તો તેમની સામે કડક કાર્યવાહી કરવા પણ પોલીસે જણાવ્યું હતું.
નડિયાદ ટાઉન પોલીસ દ્વારા છેલ્લા બે ત્રણ દિવસથી ટ્રાફિકને લઈને અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઇ એમ. બી. ભરવાડ તથા સ્ટાફ અને ટ્રાફિકના જવાનો નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનથી સંતરામ રોડ સુધી તેમજ રેલવે સ્ટેશનથી સદાર ભવન સુધી વાહન ચેકિંગ રાખવામાં આવ્યું હતું. જેમાં ટુ-વ્હીલરોને નંબર પ્લેટ ન હોય અને તૂટી ગયેલ નંબર પ્લેટ હોય તેવા અને નો પાર્કિંગમાં પાર્કિંગ કરેલા વાહનોને દંડ કરવામાં આવ્યો હતો. જેમાં રૂપિયા ૮ હજાર ૨૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો અને ૧૮ જેટલા વાહનોને ડીટેઈન કરવામાં આવ્યા હતા. આ અંગે નડિયાદ ટાઉન પીઆઇ એમ.બી ભરવાડે જણાવ્યું હતું કે આજે સંતરામ રોડથી લઈને સરદાર ભવન સુધીના માર્ગ પર નો પાર્કિંગમાં મુકેલા વાહનોને તેમજ ટ્રાફિકના નિયમો ભંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ તેઓને સમજાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત વર્ગો કોમ્પલેસના વ્યાપારીઓને સમજાવ્યા હતા કોમ્પલેક્ષમાં નીચે પાર્કિંગ હોવા છતાં વાહનો રોડની સાઈડ પર મૂકી અડચણરૂપ થાય તેવા વાહનો મુકતા હોય ટ્રાફિકની જેના કારણે સમસ્યા વધી રહી છે. જેથી વેપારીઓને સમજાવીને તેમના વાહનો કોમ્પલેક્ષના પાર્કિંગમાં મૂકવા જણાવ્યું હતું. તૈયારી બતાવી હતી. વધુમાં પીઆઈએ એવી પણ અપીલ કરી હતી કે આપના વાહનો ગમે ત્યાં પાર્ક ન કરવા અને પોતાના વાહનની નંબર પ્લેટ તૂટેલી હોય તો તાત્કાલિક નવી નખાવી અને વાહનો રોડ પર જ્યાં ત્યાં પાર્ક કરવા નહીં અને પોલીસની કામગીરીમાં સહકાર આપવો.