શિક્ષિકા પર પતિએ ત્રાસ ગુજારતા પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદના ડભાણ રોડ ઉપર આવેલી સોસાયટીમાં રહેતી પરીણિતાના 21 વર્ષ પહેલા લગ્ન થયા હતા. મહિલા પોતે શિક્ષિકા તરીકે નોકરી કરતા હતા ત્યારે તેના પતિ ટ્યુશન ક્લાસીસ ચલાવતા હતા. પતિને આજથી ત્રણેક વર્ષ પહેલાં એક મહિલાના સંપર્કમાં આવ્યો હતો જેની જાણ પત્નીને થતાં શિક્ષિકા મહિલાએ પોતાના પતિને ઠપકો આપ્યો હતો. જેમાં પતિ-પત્ની વચ્ચે તું તું મેં મે થઈ હતી. અને પતિએ ગાળો બોલી ઝઘડા કરી મારઝુડ કરી તું મારા ઘરમાંથી નીકળી જા એમ કહીને શારીરિક તથા માનસિક ત્રાસ આપતો હતો. જેથી શિક્ષિકા મહિલાએ કંટાળીને છ માસ પહેલા નડિયાદ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા તેમજ ભરણપોષણ માટેનો કેસ દાખલ કર્યો હતો.
આ કેસ કોર્ટમાં ચાલવા પર છે સાથે તેણી પોતાની દીકરી સાથે મકાનના ઉપરના માળે રહે છે. દરમિયાન અઠવાડિયા પહેલા મોડા સુધી ફોન પર પતિ વાતો કરતા પત્ની કહેવા ગયા હતા તે સમયે પતિએ ગાળો બોલી અને આવેશમાં આવી પતિએ પોતાની પત્નીને સ્ટીલનો સળિયો પણ ફટકાર્યો હતો. આ મામલે શિક્ષિકા મહિલાએ નડિયાદ રૂરલ પોલીસમાં પોતાના પતિ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે