ઝાલોદ તાલુકાના ધાવડીયા તરફથી દારૃના જથ્થા સાથે અલ્ટો કાર પકડાઈ : ચાલક ફરાર.
પંકજ પંડિત
તાલુકો : ઝાલોદ
જિલ્લો : દાહોદ
ઝાલોદ તાલુકાના ધાવડીયા તરફથી દારૃના જથ્થા સાથે અલ્ટો કાર પકડાઈ : ચાલક ફરાર
ઝાલોદ નગરના ડી.વાય.એસ.પી પટેલ દ્વારા આપવામાં આવેલ સૂચના મુજબ પ્રોહી. ગુન્હા અંતર્ગત ગેરકાયદેસર વહન કરતાં લોકો પર વોચ રાખવામાં આવી રહેલ હતી તે અંતર્ગત પી.એસ.આઈ એમ.એમ.માળી પેટ્રોલિંગમા હતા ત્યારે તેમણે બાતમી મળેલ હતી કે ડુંગરા ( રાજસ્થાન ) તરફથી સફેદ કલરની અલ્ટો કાર GJ-27-K-0262 ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો લઈને આવી રહેલ છે. બાતમી ને આધારે પી.એસ.આઈ એમ.એમ.માળી દ્વારા ઘાવડીયા મુકામે પાવટી ફળીયામા જરૂરી આડાસ ગોઠવી બાતમી વાળું વાહન આવે તેની રાહ જોઈ રહેલ હતા તેવામાં બાતમી વાળું વાહન આવતા પોલીસ દ્વારા દૂરથી વાહન રોકવાનો ઈસારો કરાતા વાહન ચાલક યુ ટર્ન કરી નાસી જવાની કોશિશ કરાતા પોલીસ દ્વારા પીછો કરાતા વાહન ચાલક અંધારાનો લાભ લઈ ગાડી મૂકી નાસી છુટેલ હતો.
પોલીસ દ્વારા વાહન ચેક કરવામાં આવતા વિદેશી દારૂની સાત પેટી જેમાં ઇંગ્લિશ દારૂની કુલ 288 બોટલ જેની અંદાજિત કિંમત 47040 તેમજ અલ્ટો કારની કિંમત 200000 થઈ કુલ 247040 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડેલ હતો. તેમજ પોલીસ દ્વારા ગાડી મૂકીને નાસી છુટેલ અજાણ્યા ચાલક વિરૃધ્ધ પ્રોહી. ના ગુન્હામા કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.