ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં વૃદ્ધને લૂંટનાર બંને ઈસમોને દાહોદ એલ.સી.બી એ ઝડપી મુદ્દામાલ સાથે ઝડપી પાડયા.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં વૃદ્ધને લૂંટનાર બંને ઈસમોને દાહોદ એલ.સી.બી એ ઝડપી મુદ્દામાલ સાથે ઝડપી પાડયા બંને ઈસમો પાસેથી 265600 નો મુદ્દામાલ ઝડપાયો
ઝાલોદ તાલુકાના લીમડી મુકામે રહેતા 72 વર્ષના મોતીભાઈ માળી ભેંસો ચરાવવા માટે દાહોદ રોડ પર ખુલ્લી જગ્યામાં ગયેલ હતા ત્યારે આસરે 10 વાગે બે અજાણ્યા યુવકો જે 30 થી 35 વર્ષના હસે તેઓએ તેમને ધાકધમકી આપી મોતીભાઈએ પહેરેલ સોનાચાંદીની રકમ આસરે 62500 ની લુંટ કરી ચાલ્યા ગયેલ હતા. આ બાબતે દાહોદ એલ.સી.બી પો.ઈ એસ.એમ.ગામેતી, એમ.એલ.ડામોર તેમજ ડી.આર.બારૈયા દ્વારા સી.સી.ટીવીના કુટેજ ચેક કરતા બે શંકાસ્પદ યુવક બુલેટ લઈ જતા જોવા મળેલ હતા, ત્યારબાદ શંકાસ્પદ ગાડીનો નંબર GJ-17-BK-1721 જોતા આ ગાડી દાહોદ ગોદી રોડ પર રહેતા યુવકની હતી પરંતુ તે યુવકે આ ગાડી મૂકેશ રમણલાલ ભાભોર ( પાવડી, મુવાડી ફળીયા, ઝાલોદ) ને વેચેલ હોવાનું જાણવેલ હતુ. દાહોદ એલ.સી.બી પોલીસ દ્વારા પાવડી મુકામે જઈ તપાસ કરતા ત્યાં સી.સી.ટી.વી મા જોડાયેલ શંકાસ્પદ બુલેટ ગાડી અને બે ઈસમો ત્યાં જોવા મળેલ હતા. બન્ને યુવકોની પૂછપરછ કરતાં એકનું નામ મૂકેશ રમણ ભાભોર ( પાવટી, ઝાલોદ) તેમજ બીજા યુવકનું નામ મહેશ મથુર ગરાસિયા ( પેથાપુર, ઝાલોદ) જણાવેલ હતું.
એલ.સી.બી પોલીસ દ્વારા ઘરની તપાસ કરાતા લીમડી મુકામે થી વૃદ્ધને લૂંટીને ગયેલ તમામ સોનાચાંદીની રકમ મળી આવી હતી. ઉપરોક્ત ઈસમો પાસેથી સોનાચાંદીની રકમ અને લૂંટમાં વપરાયેલી બુલેટ સાથે કુલ 265600 નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે આમ દાહોદ એલ.સી.બી પોલીસને ગણતરીના દિવસોમા લુંટનો મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.