ઝાલોદ વાલ્મીકિ સમાજ દ્વારા સાઈબાબા મંદિરનો સાતમો તેમજ શ્રી કૃષ્ણ, બળીયા દેવ, શીતળા માતા મંદિરનો બીજો પાટોત્સવ ઉજવવામાં આવ્યો.
પંકજ પંડિત
તાલુકો : ઝાલોદ
જિલ્લો : દાહોદ
ઝાલોદ વાલ્મીકિ સમાજ દ્વારા સાઈબાબા મંદિરનો સાતમો તેમજ શ્રી કૃષ્ણ, બળીયા દેવ, શીતળા માતા મંદિરનો બીજો પાટોત્સવ ઉજવવામાં આવ્યો
પાટોત્સવ નિમિત્તે વાલ્મીકિ સમાજ તેમજ નગરના લોકો મોટા પ્રમાણમાં મંદિરે દર્શનાર્થે ઉમટયા
ઝાલોદ વાલ્મીકિ સમાજ દ્વારા પંચશીલ સોસાયટી સામે આવેલ સાઈ બાબા મંદિરનો સાતમો પાટોત્સવ તેમજ શ્રી કૃષ્ણ, બળીયા દેવ, શીતળા માતા મંદિરનો બીજો પાટોત્સવ ધામધૂમથી ધાર્મિક વિધિ મુજબ ઉજવવામાં આવ્યો હતો. આજે પાટોત્સવ નિમિત્તે મંદિરે વિશેષ પૂજા હવનનુ આયોજન કરવામાં આવેલ હતું. આજની વિશેષ પૂજા અર્ચનાનો લાભ લેવા વાલ્મીકિ સમાજના લોકો તેમજ નગરજનો મોટા પ્રમાણમાં ઉમટી પડેલ હતા. આજના પાટોત્સવ નિમિત્તે આખું મંદિર પરિસર પુષ્પો થી સજાવી દેવામાં આવ્યું હતું.
આજની વિશેષ પૂજા અર્ચના હવન પછી વાલ્મીકિ સમાજના લોકો દ્વારા નગરના વિવિધ માર્ગો પર ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા દરમ્યાન દરેક સમાજના લોકો દ્વારા ભગવાનની શોભાયાત્રાનુ સ્વાગત પુષ્પ તેમજ અબીલ ગુલાલ સાથે માર્ગો પર સ્વાગત કરવામાં આવેલ હતું. શોભાયાત્રામા ધાર્મિક ભજન ,રાસ , ગરબા ડી.જે દ્વારા વગાડવામાં આવેલ હતા. આ શોભાયાત્રામા જોડાયેલ દરેક લોકો ભજનની ધૂન પર નાચતા ઝુમતા જોવા મળેલ હતા. તેમજ વિવિધ વિસ્તારોમાં ગરબાની રમઝટ પણ ખેલૈયાઓ દ્વારા કરવામાં આવી હતી. આ શોભાયાત્રા નગરમાં વિવિધ માર્ગો પર ફરી સાઈ મંદિર ખાતે પૂરી થઈ હતી. છેલ્લે ત્યાં ઉપસ્થિત સૌ લોકો દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી. સમગ્ર આયોજન વાલ્મીકિ સમાજની સાઈ સમિતિ મિત્ર મંડળ દ્વારા કરવામાં આવેલ હતું.

