ઝાલોદ નગર સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી દ્વારા આપેલ સૂત્ર એક પેડ માઁ કે નામને સાર્થક કરતા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
પંકજ પંડિત
તાલુકો : ઝાલોદ
જિલ્લો : દાહોદ
ઝાલોદ નગર સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી દ્વારા આપેલ સૂત્ર એક પેડ માઁ કે નામને સાર્થક કરતા વૃક્ષારોપણ કરવામાં આવ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશને હરિયાળું બનાવવા માટે મન કી બાત દરમ્યાન સુત્ર આપ્યું હતું કે *એક પેડ માઁ કે નામ*. વડાપ્રધાને કહ્યું હતું કે માઁ ના નામ પર વૃક્ષારોપણ કરવાથી પોતાની માઁ નુ સન્માન તો થશે. સાથે સાથે ધરતી માતાની રક્ષા પણ થશે. જેમ એક માઁ ગમે તેવી પરિસ્થિતિમા પણ બાળકનુ પોષણ કરે છે તેમ જો એક વૃક્ષ જો વાવવામાં આવસે તો પૃથ્વી પર વૃક્ષ મોટા બની આપની સૃષ્ટિને જાળવી રાખશે. પર્યાવરણ દિવસે સરુ કરવામાં આવેલ આ અભિયાનમા દરેક લોકો જોડાય તેવી અપીલ વડાપ્રધાન દ્વારા કરવામાં આવી હતી.
માનનીય વડાપ્રધાનના પર્યાવરણ સંરક્ષણ માટે રાષ્ટ્રને આપેલ "#एक_पेड़_मॉं_के_नाम " મંત્રને અનુસરીને આજે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ ઝાલોદ દ્વારા અલગ અલગ વિસ્તારમાં વૃક્ષ રોપણ કરવામાં આવેલ હતું. સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના સંયોજક દેવ પીઠાયા અને યુવા ટીમ દ્વારા સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા ઝાલોદ નગર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ છોડ થી વરસાદની ઋતુમાં સુંદર રીતે વૃક્ષમાં રૂપાંતર થશે અને ઝાલોદ નગર હરિયાળુ બનશે તેવો સુંદર આશય સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે અપીલ કરવામાં આવી હતી કે નગર તેમજ આસપાસના વિસ્તારને હરિયાળુ બનાવવા વૃક્ષારોપણ અચૂક કરવુ જોઇયે.