પ્રતાપપુરા પ્રાથમિક શાળા નાં ચાર ઓરડા તોડવાની 2018 ની મંજૂરી પણ હજુ સુધી ન તૂટતા બાળકોના જીવ જોખમ.
બ્રેકિંગ ન્યુઝ:-/સંતરામપુર
પ્રતાપપુરા પ્રાથમિક શાળા નાં ચાર ઓરડા તોડવાની 2018 ની મંજૂરી પણ હજુ સુધી ન તૂટતા બાળકોના જીવ જોખમ.
સંતરામપુર નગરમાં આવેલ પ્રતાપપુરા પ્રાથમિક શાળા નાં ચાર ઓરડાઓ ડીસમેનટલ કરવાં માટે ની મંજુરી વરસ 2018 માં અપાયેલ હોવાં છતાં પણ આ નવીન ઓરડાઓ બનાવાયાં નથી.જેથી આ પ્રાથમિક શાળા માં પુરતાં અભ્યાસ માટે પૂરતા ઓરડાઓ હાલ ઉપલબ્ધ નાં હોઈ પાળી પદ્ધતિ થી આ પ્રતાપપુરા પ્રાથમિક શાળા ચાલતી જોવાં મળે઼ છે.
ને રુમો નાં અભાવે બાળકો નુ શિક્ષણ બગડી રહેલ જોવાં મળે છે.
આ પ્રાથમિક શાળા નાં ચાર ઓરડાઓ ડીસમેનટલ કરવા માટે ની વિભાગે મંજૂરી લગભગ વરસ 2018 માં આપેલ તેમ છતાં પણ આ શાળા માં આ કનડમ કરાયેલ આઓરડા નાં સ્થાને આ શાળા નાં નવીન ઓરડા મંજૂર કરી ને આ નવીન ઓરડાઓ નું ઈ- ખાતમુહૂર્ત તા.27,09,2023 નાં રોજ વડોદરા નરેન્દ્રભાઇ મોદી નાં શુભહસ્તે કરવામાં આવેલ હતું.તેમ છતાં પણ આ ઈ ખાતમુહૂર્ત કરાયેલ નવીન ઓરડાઓ નું બાંધકામ ની કામગીરી આજદિન સુધી શરૂ નહીં કરાતાં આ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી નાં શુભહસ્તે કરાયેલ ઈ ખાતમુહૂર્ત માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા સમાન રહેવા પામેલ છે.
જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે સંતરામપુર પ્રતાપપુરા પ્રાથમિક શાળા નાં નવીન ઓરડા નાં બાંધકામ નું ઈ ખાતમુહૂર્ત કરાય તેમ છતાં પણ ઈ ખાતમુહૂર્ત થયે સાત માસ જેવો સમય થયો છતાં પણ આ નવીન ઓરડાઓ બનાવાયાં આવે નહીં તો શું આને વિકાસ કહેવાય ખરો???
ગુજરાત સરકાર અને રાજ્ય નાં શિક્ષણ વિભાગ દ્વારા આ સંતરામપુર પ્રતાપપુરા પ્રાથમિક શાળા નાં નવીન ઓરડા ઓનું જે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ઈ ખાતમુહૂર્ત કરવામાં આવેલ તે ઓરડાઓ વહેલીતકે બંધાય ને તેની બાંધકામ ની કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
રિપોર્ટર:-/સલમાન મોરાવાલા
સંતરામપુર.