નડિયાદ સંતરામ મંદિર સ્કુલમાં રથયાત્રા ના ધાર્મિક પર્વની ઉજવણી કરવામાં આવી

નરેશ ગનવાણી નડિયાદ

શ્રી સંતરામ કેળવણી મંડળ સંચાલિત શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કુલમાં શનિવારના રોજ હિન્દુ સંસ્કૃતિ ની પરંપરા મુજબ અષાઢી બીજ એટલે કે રથયાત્રા ના ધાર્મિક પર્વની ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાના પ્રધાન આચાર્ય, તમામ શિક્ષકો અને ભૂલકાઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રી. પ્રાઇમરીના નાના નાના વિદ્યાર્થીઓ ભગવાન જગન્નાથજી , સુભદ્રાજી , અને બલરામ બની રથયાત્રામાં જોડાયા હતા. વિદ્યાર્થીઓ માં નાનપણથીજ હિન્દુ ધર્મનાઆ સંસ્કારો નું બીજ રોપાઈ તથા તે વિદ્યાર્થી હિન્દુ ધર્મના દરેક તહેવારોને સમજી શકે તેવા ઉમદા હેતુથી દરેક મહિનામાં આવતા હિન્દુ ધર્મના તહેવારો આ વિદ્યાલયમાં ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ પ્રસંગે શ્રી સંતરામ કેળવણી મંડળના પ્રમુખ મહંત રામદાસજી મહારાજે તથા મંત્રી નિર્ગુણદાસજી મહારાજે સંતરામ દિવ્ય અખંડ જ્યોતના આશિષ પાઠવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!