દાહોદમાં વધુ એક કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યો : કુલ કેસ ૪૮ : એક્ટીવ કેસ ૬
ધ્રૃવ ગોસ્વામી / ગગન સોની
દાહોદ તા.૨૪
આજરોજ આરોગ્ય તંત્ર દ્વારા પાસે આવેલા કોરોના ૪૬ રિપોર્ટાે પૈકી એક દર્દીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતાં આરોગ્ય તંત્રમાં ફરી દોડધામોના દ્રશ્યો સર્જાયા છે. આ પોઝીટીવ દર્દી સુરતની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતો હોવાની સત્તાવાર માહિતી મળી છે. આમ, હવે દાહોદમાં કોરોના પોઝીટીવનો આંકડો ૪૮ આંક વટાવી ચુક્યો છે અને એક્ટીવ કેસની સંખ્યા ૬ પર પહોંચી ગઈ છે.
સુખરામ બાબુભાઈ નિનામા (ઉ.વ.૨૫, રહે.થાળા ફળિયુ, ડુંગરી,તા.ઝાલોદ,જિ,દાહોદ) ગત તા.૧૫મી જુનના રોજ સુરતથી આવ્યા હતા. આ બાબતની જાણ આરોગ્ય તંત્રને થતાં તેઓએ સુખરામભાઈને ક્વોરેન્ટાઈન કરવામાં કરી દીધા હતા અને તેઓના કોરોના રિપોર્ટના સેમ્પલો પણ લેવામાં આવ્યા હતા. આજે કોરોનાના ૪૬ રિપોર્ટાેના પરિણામ આરોગ્ય તંત્ર પાસે આવતા જેમાં આ સુખરામભાઈનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને હાલ તેઓને દાહોદની કોવિડ – ૧૯ હોÂસ્પટલ એવી ઝાયડસ હોÂસ્પટલ ખાતે સારવાર અર્થે ખસેડી દેવામાં આવ્યા છે. આરોગ્ય તંત્ર દ્વારા સુખરામભાઈના કોન્ટેક્ટમાં આવેલા બીજા વ્યÂક્તઓનું પણ ટ્રેસીંગ કરી શરૂ કરી દીધુ છે અને સુખરામભાઈના રહેણાંકમાં સેનેટરાઈઝીંગ સહિતની કામગીરીમાં આરોગ્ય તંત્રની ટીમ જાતરાઈ ગઈ છે.
#Sindhuuday Dahod

