કન્ટેનરમાં ચોખાના કટ્ટાની આડમાં  લઈ જવાતો રૂ. ૯.૧૧ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

નરેશ ગનવાણી નડિયાદ

કપડવંજ રૂરલ પોલીસે રેલીયા ચેક પોસ્ટ પાસેથી કન્ટેનરમાં ચોખાના કટ્ટાની આડમાં  લઈ જવાતો રૂપિયા ૯.૧૧ લાખનો વિદેશી દારૂ  સાથે ચાલકની અટકાયત કરી છે. તો આ દારૂનો જથ્થો હરીયાણાથી લાવીને નડિયાદ આપવાનો હોવાની કબૂલાત ચાલકે કરી છે. આથી પોલીસે આ ગુનામાં બે સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કપડવંજ ગ્રામ્ય પોલીસના મણસો વાહન ચેકીંમા રેલીયા ચેકપોસ્ટ પાસે રાતના સમયે ઊભા હતા. દરમિયાન મોડાસા-બાયડ તરફથી આવતા શંકાસ્પદ કન્ટેનરને ઉભા રાખ્યો હતો જેમાં પોલીસને શંકા જતા કન્ટેનરમાં પાછળના ભાગે ચોખાના કટ્ટા હતા જે ઉથલાવી જોતા અંદરથી મોટી માત્રામાં વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેથી પોલીસે આ કન્ટેનર ચાલક મોસમખાન શાહબુદ્દીન ચાવખાન રહે.મહોમંદપુરા, નુહુની પાસે પરમીટ માંગતા પરમીટ રજૂ કરી શક્યો નહતો. પોલીસે  વાહન સાથે ઈસમને  કપડવંજ ગ્રામ્ય પોલીસ મથકે લાવી વિદેશી દારૂની ગણતરી કરતા અલગ અલગ માર્કાની કુલ ૨૬૦૪ બોટલો કિંમત રૂપિયા ૯ લાખ ૧૧ હજાર ૪૦૦ તેમજ પકડાયેલા ઈસમ પાસેથી મોબાઇલ ફોન અને ગુનામાં વપરાયે વાહન મળી કુલ રૂપિયા ૨૪ લાખ ૧૬ હજાર ૪૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે આ દારૂ કોણે ભરી આપ્યો અને ક્યા ડીલીવર કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ કરતા આ દારૂનો જથ્થો સલીમખાન રહે.મેવલી નામના બુટલેગરે ભરી આપ્યો હતો અને નડિયાદ આપવાનો હોવાની કબૂલાત આરોપીએ કરી છે. આમ આ ગુનામાં પોલીસે બે ઈસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!