નડિયાદ પાસે એક્સપ્રેસ હાઈવે પર ચાલકના ગળા પર છરો મૂકી ત્રિપુટીએ લૂંટ ચલાવી

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદના એક્સપ્રેસ રાત્રેના હાઈવે પર વાહન લઇને જતા ચાલક લઘુશંકા કરવા ઉભા રહ્યો અને ત્રીપુટીએ ચાલકને ગળા પર છરો મૂકી મોબાઇલ અને રોકડ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થયા છે. આ બનાવ મામલે ચાલકે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ધોયકા ગામે રહેતા  પ્રશાંત ગેલાભાઈ ભરવાડ જે ડ્રાઈવીગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ છેલ્લા ૪ માસથી વડોદરા ખાતે રહેતા પાર્થીવ ખતન નામના વ્યક્તિની બોલેરો પીકઅપ વાહન પર ડ્રાઈવીગની નોકરી કરે છે. પાર્થીવભાઈએ આ પોતાનું વાહન હાલોલ ખાતે આવેલ એ.બી.કે. લોજીસ્ટિક ઈન્ડિયા પ્રા‌. લી‌. માં એટેચ કરેલ છે. કંપનીના બ્રાન્ચ મેનેજર વર્ધીમા બોલાવે ત્યારે આ પ્રશાંત તેમના શેઠના કહ્યા મુજબ કંપનીમાંથી ઓટો પાર્ટસના બોક્સ જણાવે તે જગ્યાએ બોલેરો વાહન મારફતે આપી આવે છ. ૯મી જુલાએ રોજ  પ્રશાંતે કંપનીમાંથી ઓટો પાર્ટસના બોક્સ ભરી સાણંદ ખાતે ડીલીવર કરવા જતા હતા. ત્યારે પ્રશાંત ભરવાડ  હાલોલથી નીકળી વડોદરા અને ત્યાંથી એક્સપ્રેસ હાઈવે પર અમદાવાદ તરફ આવી રહ્યા હતા. દરમિયાન નડિયાદ પાસે ઓવરબ્રિજ નજીક તારીખ ૧૦મીના રોજ મોડી રાત્રે લઘુશંકા કરવા પ્રશાંતે વાહન સાઈડમાં ઊભુ રાખ્યું હતું. લઘુશંકા કરી પરત વાહનની કેબીનમાં બેસવા જતા હતા ત્યારે અજાણ્યા ત્રણ ઈસમો તેમના વાહન તરફ આવ્યા પ્રશાંત કાઈ સમજે તે પહેલાં તો  બે લોકોએ પ્રશાંતને પકડ્યો અને ત્રીજાએ છરો કાઢી પ્રશાંતના ગળે મૂકી કહ્યું તેરે પાસ જો હો વો દેદે કહી પાકીટમાથી રોકડ રૂપિયા ૧૬૦૦ તેમજ બોલેરો પીકઅપના ડેસ્કબોર્ડ પર પડેલ પ્રશાંતનો મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા પાંચ હજાર ૬૦૦ના મુદ્દામાલની લૂંટ ચલાવી ત્રીપુટી ફરાર થઈ ગયા. અજાણ્યો વિસ્તાર હોય પ્રશાંતે પણ પોતાની જાન બચાવવા બોલેરો વાહન ભગાડી મૂક્યુ હતું. આ ઘટનામાં ચાલકને કોઈ ઈજા થઈ નહોતી પરંતુ ખુબજ ડરેલા ચાલકે કંપનીમા વાત કરી આ મામલે આજે પ્રશાંત ભરવાડે અજાણી ત્રિપુટી સામે નડિયાદ ટાઉન પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી છે. પોલીસે લૂંટનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: