પુત્રવધૂએ પોતાના સસરા વિરૂદ્ધ ડાકોર પોલીસમાં દુષ્કર્મ બાબતની ફરિયાદ નોંધાવી
નરેશ ગનવાણી નડિયાદ
ઠાસરા પંથકમાં સસરાએ પોતાની પુત્રવધૂ પર નજર બગાડી દીકરી સમાન પુત્રવધૂને પોતાની હવસનો શિકાર બનાવી છે. સસરાએ પોતાની પુત્રવધૂને કહ્યું તારે તારા માસા સાથે આડા સંબંધ છે તેવી ખોટી વાત સમાજમાં ફેલાવીને બદનામ કરીશ તેમ કહી પુત્રવધૂને તાબે કરી હતી અને અવારનવાર સાસરીમાં એકલતાનો લાભ લઈ તેમજ ડાકોર ખાતેના ગેસ્ટ હાઉસમાં બોલાવીને જાતીય અત્યાચાર ગુજાર્યો હતો. છેવટે કંટાળેલી પીડિતાએ મૌન તોડી પોતાના સસરા વિરૂદ્ધ ડાકોર પોલીસમાં દુષ્કર્મ બાબતની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઠાસરા પંથકમાં રહેતી યુવતીના લગ્ન આજથી બે વર્ષ પહેલા થયા હતા. ૧ નવેમ્બર ૨૦૨૩ના રોજ આ પરિણીતા માસા સાથે ફોન પર ખબર અંતર પુછતી હતી. તે વખત તેણીના સસરા અચાનક આવી ગયેલા અને પોતાની પુત્રવધૂને કહેવા લાગેલા કે તું કોની સાથે વાત કરે છે ? તારે તે વ્યક્તિ સાથે શું સંબંધ છે ? તેમ કહી સસરાએ પોતાના પુત્રવધૂની હાથમાંથી મોબાઈલ ઝુંટવી લીધો અને સસરાએ કહ્યું કે તું જેની સાથે વાત કરે છે તે વ્યક્તિ સાથે તારા આડા સંબંધ છે. જેની જાણ હું તારા પતિ કે અન્યને નહીં કરૂ તારે મારી સાથે સંબંધ રાખવા પડશે જો તું આમ નહીં કરે તો તારા અને તારા માસા વચ્ચે સંબંધ છે તેવી ખોટી વાત સમાજમાં ફેલાવી તને બદનામ કરી મારા ઘરમાંથી કાઢી મુકીશ’ તેમ કહ્યું હતું. પુત્રવધૂ પોતાના સસરાની આ ધમકીથી ડરી ગઈ હતી. કારણ કે, પીડીતાના પિયરમાં જવાબદાર વ્યક્તિ તરીકે કોઈ પુરુષ ન હતું. પીડિતાના પિતા પણ અવસાન પામ્યા હોવાથી તે બેબાકળી બની ગઈ હતી અને તેણીની ઈચ્છા ન હોવા છતાં તે પોતાના સસરાને તાબે થઈ ગઈ હતી. સસરા પોતાની પુત્રવધૂને ઘરે એકલી જોઈને તેની એકલતાનો લાભ લેતો અને પોતાની પુત્રવધૂ સાથે શરીર સંબંધ બાંધતો હતો. સસરા પોતાની પત્ની અને પુત્રની ગેરહાજરીમાં આ કૃત્ય આચરતો હતો. અમુક સમય સસરા રાતના સમયે પોતાનો પુત્ર ઘરે હાજર ન હોય ત્યારે ઘરમાં પીડિતા એકલી સુતી હોય ત્યારે મોકો જોઈને ઘરની અંદર આવી તેણીની સાથે શરીર સંબંધ બાંધતા હતા. આ ઉપરાંત સસરા જે તે વખતે ડાકોર મૂકામે નોકરી કરતા હતા. ત્યારે હોળિના તહેવારના ૨૦ દિવસ પહેલા ડાકોર પોતાની પુત્રવધૂને મળવા માટે બોલાવી હતી. તો પુત્રવધૂ આ સમયે પોતાની સાસુને ખોટુ બહાનુ બતાવી જતી હતી.