સંતરામપુર સ્કૂલમાં માં અપહરણ ના કેસ માં પુત્ર ના માતાની બહેને સંતરામપુર પોલીસ સ્ટેશન માં લેખિત માં ફરિયાદ આપતા ના ચાર દીવસ નો સમય ગાળો વિતી જવા છતાં કોઈ કાર્યવાહી ન કરાતા ભારે રોષ.

રિપોર્ટર સલમાન મોરાવાલા

સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સંતરામપુર નગરમાં 09 જુલાઈ 2024 ના રોજ વડોદરા થી પોતાના ભાઈ સાથે  એક વ્યક્તિ જેઓ પોતાના પુત્ર નું અપહરણ ના ઈરાદે થી સંતરામપુર ના ટાવર ફળિયા વિસ્તારમાં આવેલ સેન્ટ મેરી સ્કુલમાં આવેલ જેમાં તે જ દીવસે વડોદરા થી આવેલ આ બે વ્યકિતઓ પોતાના બાળક ને ઉઠાવવા માટે પ્લાન બનાવી સ્કૂલ માં ગેર કાયદેસર પ્રવેશ કરી સ્કૂલના ગેટ પાસે વોચમેન સાથે રક્જક કરી અંદર રૂમમાં ઘુસી ગયેલ ને ત્યાં પણ ફરજ પરનાં ટીચરો સાથે પણ રસાકસી કરેલ ને બાળકને પૂછવામાં આવેલ કે તારું નામ મોહમ્મદ અર્શ છે ને જેથી આ બાળક એ તેના જવાબ માં જણાવ્યું હતું કે મારું નામ તો કીરણ છે જેથી આ બાળકને એક વ્યક્તિ દ્વારા ચોકલેટ આપવામાં આવતા 10 વર્શ ના બાળક એ ના પાડેલ અને ગભરાઈ જઇ આ બાળક ત્યાંથી દોડી સ્કુલના કમ્પાઉન્ડ માં પટાવાળા પાસે જતાં રહેલ ને મેડમ બાળકે બધું જણાવતા આ વ્યકિતઓ ત્યા પણ મેદમ પાસે આવી જતા આ મેડમે તેમને જણાવ્યુ હતુ કે તમે કોણ છો ક્યાંથી આવો છો અને તમે ઉભા રહો હું સાહેબ ને જાણ કરું છુ તેવું કહેતા ની સાથે જ આ બે વ્યકિતઓ ત્યાંથી દોડી ભાગી ગયેલ.
   ત્યારબાદ આ મેદમે બાળકના માતા ના ધરે ઇન્ફોમ કરતા તેઓ પરીવાર ના સભ્યો સાથે આવી ગયેલ ને ત્યારબાદ તેજ દિવસે યાની કે 09 જુલાઈ 2024 ના રોજ તાત્કાલીક ગંભીર ઘટનાં બાબત ની જાણ કરેલ ને લેખિત માં ફરીયાદ પણ આપવામાં આવેલ હતી.
   પરંતુ આ બાબતે ફરીયાદ કરનાર વ્યકિત તથા આ બાળક ને બાળક ના પરિવારજનોને ફરયાદ આપવાના ચાર દિવસ જેટલો સમય ગુજરી જતાં સંતરામપુર પોલીસ ને ટાઉન વિસ્તાર ના બીટ જમાલદાર દ્વારા કોઇપણ જાતની કાર્યવાહિ કરવામાં આવેલ નથી અને ન્યાય આપેલ નથી અને સાથે આ બાબતે બાળક ના પરિવાર ના સભ્યો ફરીયાદ ના ત્રીજા દિવસે ને ચોથા દીવસે ફરિયાદ ના સિલસિલામાં ગંભીર ગુનો હોવાથી મળતા ને પૂછ પરછ કરતા ટાઉન વિસ્તાર ના બીટ જમાદાર એ સ્પષ્ટ શબ્દ માં જણાવ્યુ હતુ કે અમો આ બાબતે કાયદેસર ગુનો ની દાખલ કરીએ નહીં FIR  આજે કરીશું ને નહી કાલે કરીશું તેમ જણાવતા ભારે આ જમાદાર પ્રત્યે ભારે રોષ જોવા મળે છે.જેથી આ ઘટનાં ગંભીર હોવાથી સંતરામપુર પોલીસ ગુનો નોંધવાનું અને કોઈ તપાસ ન કરવાનું કારણ શું છે તેવી અનેક ચર્ચાનો વિષય લોક પંથકમાં બનવા પામેલ છે.
જેથી આ બાબતે મહિસાગર જિલા અધિક્ષક શ્રી આ ઘટનાની એક સ્પેશ્યલ ટીમ બનાવી તપાસ હાથ ઘરી ગુનેગારો સામે કાનુની જોગવાઇ મુજબ કાયદેસની કાર્યવાહી હાથ ઘરે અને શિકાર બનેલ પરિવાર જનોને એક આશા અને ઉમ્મીદ થી ન્યાય અપાવે તેવી આ પરીવારજનોની અને જાગૃત નાગરિકો ની માંગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: