દાહોદ સામાજિક વનીકરણ વિભાગના DCFએ પોતાના ઘરના બેડરૂમમાં પોતાની સર્વિસ વડે લમણે ગોળી મારી આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર
દાહોદ ગોદી રોડ પર રહેતા જિલ્લાના વનીકરણ વિભાગના DCF (નાયબ વન સંરક્ષક) એ કોઈ અગમ્ય કારણોસર આજે વહેલી સવારે પોતાના ઘરના બેડરૂમમાં તેમની પાસેની સર્વિસ રિવોલ્વોર વડે લમણે ગોળી મારી આત્મહત્યા કરી દેતા દાહોદ શહેર સહીત સમગ્ર જિલ્લા પંથકમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. દાહોદ જિલ્લામાં વર્ષ 2017 માં આઈ એફ એસ (ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ) તેમજ સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક (ડીસીએફ) તરીકે ફરજ બજાવતા રમેશભાઈ પરમારે કોઈ અગમ્ય કારણોસર આજરોજ વહેલી સવારે મોદી રોડ ખાતેના પોતાના નિવાસ્થાને બેડરૂમમાં તેમની પાસેની પોતાની સર્વિસ રિવોલ્વ વડે લમણે ગોળી મારી આત્મહત્યા કરી લેતા દાહોદ શહેર સહિત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સ્વભાવે શાંત અને હંમેશા ભક્તિ ભાવમાં રહેનારા રમેશભાઈ પરમાર ગઈકાલે ખજુરીયા ગામે ગયા હતા જ્યાંથી મોડી રાતે તેઓ જમી પરવારીને ઘરે આવ્યા હતા
.
ત્યારબાદ વહેલી સવારે તેમના ઘર બેડરૂમમાંથી અચાનક બંદૂકનો અવાજ સંભળાતા પરિવારજનો બેડરૂમ સુધી દોડી આવ્યા હતા. અને રમેશભાઈ પરમારનો માથાનો ભાગ લોહીથી લથપથ થયેલો નજરે પડતા પરિવારજનો સ્તબ્ધ બની ગયા હતા. અને રોકકળ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ અંગેની જાણ દાહોદ શહેર બી ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને જરૂરી કાગળિયા કરી રમેશભાઈ પરમારની લાશને પોસ્ટમોર્ટમ માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં મોકલી આપી હતી. અત્રે નોંધનીય છે કે, દાહોદ તાલુકાના બાવકા ગામના મૂળ વતની આર એમ પરમાર દાહોદની આર.એન્ડ.એલ પંડ્યા હાઇસ્કુલમાં અને કોલેજમાં અભ્યાસ કર્યા બાદ ગુજરાત વન વિભાગ સાથે જોડાયા હતા.અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર (આરએફઓ) બન્યા હતા. અને વર્ષ 2017 થી ડી એફ ઓ (ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઓફિસર) તરીકે સેવા નિયુક્ત થયા હતા. અને સંનિષ્ઠ સેવાના ભાગરૂપે તેઓને વર્ષ 2022 ના નોટિફિકેશન મુજબ આઈ એફ એસ (ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ) તરીકે પ્રમાણિત કરવામાં આવ્યા હતા.અને હાલમાં તેઓ સામાજિક વનીકરણ વિભાગના ડી સી એફ (નાયબ વન સંરક્ષક) ના ઉચ્ચ હોદ્દે આરુઢ થયા હતા.