સોનીની દુકાનમાં ચોરીના ગુનામાં બે મહિલા સહિત ત્રણને પોલીસે ઝડપી પાડયા

નરેશ ગનવાણી નડિયાદ

ખેડા શહેરની એક સોનીની દુકાનમાં તા. ૧૦ મીએ બપોરે ગ્રાહકના સ્વાંગમાં આવેલ બે મહિલા સહિત ત્રણ ઇસમોએ સોનીની નજર ચુકવીને રૂ. ૧૨.૨૫ લાખના સોનાના દાગીના ચોરીને રિક્ષામાં બેસીને પલાયન થઈ ગયા હતા .
ખેડા પોલીસે સીસીટીવી ફૂટેજ અને તસ્કરો રિક્ષામાં બેસીને ગયેલ તેના નંબરના આધારે  ચોરીનો ભેદ ગણતરી કલાકમાં ઉકેલી દીધો હતો. પોલીસે હરિયાળા ચોકડી પાસેથી બે મહિલા સહિત ત્રણને ઝડપી પાડયા હતા. આ ત્રિપુટી પાસેથી દુકાન માંથી ચોરેલા તમામ સોનાના દાગીના રિકવર કર્યા હતા. તેમજ રિક્ષા પણ કબ્જે કરી હતી.
ખેડા શહેરની રામજી મંદિર શેરીમાં રહેતા અને સોના -ચાંદીના દાગીના વેપારી અનીલભાઇ પુખરાજભાઇ જૈનની નગરના પરાદરવાજા પાસે વર્ધમાન જવેલર્સ નામની દુકાન આવેલી છે. તા. ૧૦ મી જુલાઇએ બપોરે અનીલભાઇ દુકાનમાં એકલા હતા.   દુકાનમાં આવેલ ગ્રાહકોને સોનાના દાગીના બતાવી રહ્યો હતો. ત્યારે અજાણી બે મહિલા અને એક પુરૂષ દુકાનમાં આવીને સોનાની ચૂની લેવાનું કહેતાં વેપારી સોની બોકસમાંથી કાઢીને ચૂની બતાવતાં હતા. આ સમયે તેઓ બીજા ગ્રાહકને સોનાનું પેન્ડક બતાવવા હતા. ત્યારે ગ્રાહકના સ્વાંગમાં આવેલ બે મહિલા અને એક પુરૂષે વેપારીની નજર ચુકવીને દુકાનમાં સીટ પર મૂકેલ સોનાના દાગીના ભરેલ પ્લાસ્ટીકના ડબ્બા માંથી ૧૭ તોલા સોનાના દાગીના રૂ. ૧૨,૨૫, ૫૯૦ના ચોરીને દુકાન બહાર ઉભેલી રિક્ષામાં બેસીને પલાયન થઇ હતા. આ સંદર્ભે અનીલ જૈને ખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. આ ચોરી અંગે તપાસ કરી રહેલા પી.આઈ.એચ.વી. સીસારાએ ગણતરી કલાકમાં ઉપરોકત ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.

૧૫ સીસીટીવી કેમેરા ની તપાસ અને રિક્ષાના નંબરના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ચોરીની તપાસ માટે જુદી જુદી ત્રણ ટીમો કામે લાગી હતા. પોલીસ બાતમીના આધારે હરિયાળા ચોકડી પાસેથી સોનીની દુકાનમાં ચોરી કરનાર દિપક ભાઇલાલ ગોવિંદ દુલેરા સોની (ઉ.૨૧ રહે. વણકરવાસ નેસડા તા. ધોળકા), કાજલ ધર્મેશ મુકેશ દંતાણી (ઉ.૨૪, રહે મલાવ તળાવ, ધોળકા) અને વિમળાબેન દિલીપભાઈ કેશુભાઈ દંતાણી (રહે. ધોળકા)ને ઝડપી પાડયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: