એનએસજી કમાન્ડો ટ્રેનિંગ સેન્ટર ખાતે બોમ્બ ડિસ્પોઝલ ટ્રેનિંગના પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો
નરેશ ગનવાણી નડિયાદ

બોમ્બ બ્લાસ્ટ , આતંકવાદીઓ દ્વારા બોમ્બ બ્લાસ્ટ ની ઘટનાઓ સંદર્ભે ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ખલાલ ગામ પાસે આવેલ એનએસજી કમાન્ડો ટ્રેનિંગ સેન્ટર ખાતે , બોમ્બ ડિસ્પોઝલ ટ્રેનિંગ ના પુર્ણાહુતિ પ્રસંગે આમ યુનિટ ના એડીજીપી પી .કે. રોશન ની ઉપસ્થિતિમાં પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્ર સરકારના હોમ વિભાગ ( એમ એચ એ) દ્વારા ૧૫ દિવસ ચાલેલી ટ્રેનિંગ દરમિયાન ભારત ના પાંચ રાજ્યો ગુજરાત ,રાજસ્થાન, એમપી,દીવ- દમણ ,દાદરા નગર હવેલી તથા ગાંધીનગર બીએસએફ ના ૭૨ પોલીસ જવાનોને બોમ્બ સ્કોડ ના તાલીમ પામેલા એનએસજી કમાન્ડો દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ દરમિયાન કઈ રીતે બોમ્બ ને ડિસ્પોઝલ કરવો ,બોંબની જાણકારી કઈ રીતે મેળવવી, બ્લાસ્ટ પછીની તપાસ તેમજ બોમ્બ ની જાણકારી મળે, એટલે કે વિવિધ બોમ્બ ડિટેકશન એન્ડ ડીસ્પોઝલ કરવો તેમજ તે વખતે શું કરવું .તે થિયરીકલ અને પ્રેક્ટીકલ જ્ઞાન એનએસજી કમાન્ડો દ્વારા આપવામાં આવી હતી. તાલીમ બાદ શીખેલા ૭૨ જવાનો અન્ય જવાનોને તાલીમ આપશે તેમજ જ્યાં પણ જરૂર પડે ત્યાં બોમ્બે નિષ્ક્રિય કરવા તૈયાર રહેશે. આ તાલીમ કેન્દ્ર સરકાર દ્વારા અને ગુજરાત રાજ્ય પોલીસના સહયોગથી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બોમ્બને નિષ્ક્રિય કરવા માટે ના સાધનોનું પ્રદર્શન પણ ગોઠવાયું હતું. પૂર્ણાહુતિ સમારંભમાં શ્રેષ્ઠ જવાનોને પ્રમાણપત્ર અપાયા હતા. આ પ્રસંગે મુખ્ય અતિથિ એ ડીજીપી પી.કે. રોશને જણાવ્યું કે આ શીખેલા પોલીસ જવાનો બીજા જવાનોને ટ્રેનિંગ આપે , તથા રાજ્યના તમામ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાએ બોમ્બ ડિસ્પોઝેબલ યુનિટ બનાવે કારણ કે જ્યારે પણ ઘટના બને ત્યારે સ્થાનિક પોલીસ પહેલા પહોંચી જતી હોય છે. તે યુનિટ ના પોલીસ જવાનો શીખેલા હોય તો આમ પ્રજાને તકલીફ ન પડે. આ પ્રસંગે વિશાલ પાટીદાર, સહિત પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
