મહેમદાવાદ તાલુકામાં થી વિદેશી દારૂ સાથે પોલીસે એક ઇસમની અટકાયત કરી
નરેશ ગનવાણી નડિયાદ
જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહેમદાવાદના સિંહુજ ચોકડી પાસે પોલીસે રૂ ૩.૩૨ લાખના વિદેશી દારૂ ના મુદ્દામાલ સાથે એક ઇસમની અટકાયત કરી ફરિયાદ નોંધી છે.
જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી મળી હતી કે મહેમદાવાદ અકલાચા ચોકડી થી સિંહુજ ચોકડી તરફ એક કાર વિદેશી દારૂ ભરીને પસાર થવાની છે. પોલીસે સ્થળે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમી આધારિત કાર પસાર થતા તેને રોકવાનો પ્રયાસ કરતા કારના ચાલકે કાર હંકારી મૂકી આગળ જઈ રોડની સાઇડમાં ઉતારી દીધી હતી. જે બાદ પોલીસે પીછો કરી કાર ચાલકની અટકાયત કરી કારની તલાસી લેતા વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કારના ચાલક પુછતાછ કરતાં પોતાનું નામ વિકાસ હાપૂરામ ખીચડ જણાવ્યું હતું. જે
આ વિદેશી દારૂ રાજસ્થાનના સાંચોરમાં રહેતા બળવંત ઠાકુરે આપ્યો હતો.જો કે આ દારૂ ક્યા અને કોને આપવાનો હતો તે અંગે પકડાયેલા ઇસમે જણાવ્યું ન હતુ.
આ બનાવ અંગે જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ફરિયાદ આધારે રૂ ૩.૩૨ લાખના વિદેશી દારૂ, કાર રૂ. ૩ લાખ,અને બે મોબાઇલ ફોન અને રોકડ મળી કુલ રૂ ૩.૩૮ લાખના મુદ્દામાલ સાથે વિકાસ ખીચડની અટકાયત કરી બળવંત ઠાકુરને વોન્ટેડ જાહેર કરી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
