નડિયાદ પાસે એકટીવા પર આવેલા બે ઇસમોએ મહિલાનો પર્સ ખેચી ફરાર થઇ ગયા
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ-આણંદ નેશનલ હાઇવે નં.૪૮ ઉપર આવેલ ગુતાલબ્રીજ પાસે સ્કુટર પર આણંદથી મહેમદાવાદ ફિક્સ ડિપોઝીટ કરવા જતી બે બહેનપણીઓ એક્ટીવા ઉભુ રાખી મોબાઇલ ફોન પર વાત કરતી હતી તે સમય સફેદ સ્કુટર પર મોઢા ઉપર રૂમાલ બાંધી આવેલ બે અજાણ્યા ઇસમો પૈકી એક ઇસમે એક મહિલાને પર્સ ખેંચી રૂા. ૨.૫૦ લાખને ફરાર થઇ ગયો હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આણંદ સંસ્કાર પાર્ક સોસાયટીમાં જાગૃત્તીબેન રાકેશભાઇ વસાવા રહેતા જે . છેલ્લા એક માસથી તેમની બહેનપણી સંજના નીલેશભાઇ પટેલ રહે છાપરા મહેમદાવાદની રહેવા આવી હતી. તા.૯ જુલાઇના રોજ સંજનાના પિતાના મિલક્ત-જમીન જે વેચાણ દસ્તાવેજ થયેલ તેના રૂા. ૨ લાખ ૫૦ હજાર લઇ જાગૃત્તિબેનના
ઘરે આવી તેઓને રૂપિયા સાચવવા આપ્યા હતા. સંજનાના પિતાએ આ
પૈસા મહેમદાવાદની બેન્કમાં એફ.ડી. કરાવવાનું જણાવેલ હતું. દરમ્યાન
જાગૃત્તિબેન તથા સંજના બપોરના ૧ વાગે રૂા. ૨.૫૦ લાખ જાગૃત્તિબેનના પર્સમાં મુકી એક્ટીવા પર આણંદથી મહેમદાવાદ જવા નીકળ્યા હતા. દરમ્યાન તેઓ ને.હા.નં.૮ પર આવેલ ગુતાલ બ્રીજ ઉતરી થોડે દૂર જતા સંજનાના ફોનમાં તેના માનીતા ભાઇ મીત પટેલનો ફોન આવતા સંજનાએ સાઇડમાં એક્ટીવા ઉભુ રાખ્યું
હતું આ વખતે જાગૃત્તિબેનને વોશરૂમ જવુ હોય તે ચાલતા નજીકના ખેતર તરફ જતા હતા તે વખતે એક સફેદ એક્ટીવા પર મોઢા ઉપર રૂમાલ બાંધેલ બે ઇસમો
સંજના પાસે આવેલ અને વડતાલનું રોડનુ સરનામું પુછી સંજનાએ ખભે લટવાલે પર્સમાં મુકેલ ૨.૫૦ લાખ રાખેલ પર્સ ખેંચી જતા રહ્યા હતા. આ વખતે બન્ને
બહેનપણીઓએ બૂમાબૂમ કરતા કોઇ રાહદારી ઉભા રહેલ નહી આ વખતે
જાગૃત્તીબેને તેઓના પતિને ફોન કરી બોલાવ્યા હતા. અને સંજનાએ પણ
તેના માતાપિતાને લૂંટ થઇ હોવાની હકીકત જણાવી હતી. આ બનાવ સંદર્ભે જાગૃત્તીબેન વસાવાની ફરિયાદના આધારે વડતાલ પોલીસે બે અજાણ્યા ઇસમો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
