નડિયાદમાં ગૌરીવ્રતના ઉપવાસમાં દંપતિએ વિનામૂલ્યે અનલિમિટેડ પાણીપુરી પીરસી
નરેશ ગનવાણી નડિયાદ
અષાઢ સુદ અગિયારસથી પૂનમ સુધી નાની બાળાઓ ગૌરીવ્રત’ની ઉજાણી કરે છે. આ દિવસો દરમિયાન ઉપવાસ સાથે ગોરમાનું પૂજન કરે છે. આજથી આ વ્રતનો પ્રારંભ થયો છે. ત્યારે નડિયાદના એક દંપતીએ દીકરીઓ ગોરીવ્રતના ઉપવાસમાં વ્રતન આગલા દિવસે વિનામૂલ્યે અનલિમિટેડ પાણીપુરી પીરસી હતી.
નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વલ્લભનગર રહેતા પ્રકુંજભાઈ બ્રહ્મભટ્ટ તેમણે પોતાની પત્ની વૃંદાબેન અને મિત્રવર્તુળ સાથે ગૌરીવ્રત કરતી નાની બાળાઓ આ વ્રત કરવા પ્રેરાય તેવા હેતુથી આ વ્રતના ૨૪ કલાક પહેલા એટલે આગળના દિવસે ૫ થી ૧૫ વર્ષ સુધીની ગૈરીવ્રત કરતી દીકરીઓ ને વિનામૂલ્યે અનલિમિટેડ પાણીપુરી પીરસી હતી.