દાહોદનો આજે વધુ એક કોરોના દર્દી સામે આવ્યો
અનવરખાન પઠાણ / ધ્રૃવ ગોસ્વામી
દાહોદ તા.30
દાહોદનો વધુ એક કોરોના પોઝીટીવ કેસ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.જોકે આજરોજ કોરોના પોઝીટીવ આવનાર 29 વર્ષીય મહિલા હાલ વડોદરા ખાતે સારવાર લઇ રહી છે.આરોગ્ય વિભાગે ગઈકાલે 71 જેટલાં સેમ્પલો કલેક્ટ કરી ચકાસણી અર્થે મોકલ્યા હતા.તે તમામના રિપોર્ટ નેગેટિવ આવવા પામતા આરોગ્ય વિભાગે હાશકારો અનુભવ્યો હતો પરંતુ
વધુમાં મળતી માહિતી પ્રમાણે દાહોદ શહેરના ઘાંચીવાડા વિસ્તારની રહેવાસી 29 વર્ષીય સમીમબેન લોકમાલભાઈ પટેલ લક્ ગત તારીખ 27 મી જૂનના રોજ વડોદરા સારવાર અર્થે ગયા હતા.અને ત્યાં તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવવા પામ્યો હતો.ત્યારબાદ આરોગ્ય વિભાગે આજરોજ કોરોના સંક્રમિત આવેલી સમીમબેનની ટ્રાવેલ હિસ્ટ્રી તેમજ તેમના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ કરી તેઓને કોરોનટાઇન કરવાની તજવીજ હાથ ધરી છે.તેમજ આરોગ્ય વિભાગ દ્વારા ઘાંચીવાડ વિસ્તારમાં સેનેટાઈઝર સહિત દવાની છંટકાવની કામગીરી પણ હાથ ધરાઈ છે.આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે દાહોદ ના 71 સેમ્પલો ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા.જે તમામ રિપોર્ટ આજરોજ નેગેટિવ આવ્યા હતા. જ્યારે દાહોદમાં અત્યાર સુધી કોરોના પોઝીટીવના 53 કેસો નોંધાવવા પામ્યા છે.જે પૈકી 44 લોકો કોરોના મુક્ત થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ ચૂકી છે.જ્યારે હાલ કોરોના સંક્રમિતના કુલ 8 કેસો એકટીવ છે અને દાહોદ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.તેમજ આજરોજ કોરોના પોઝિટિવ આવેલી મહિલા વડોદરા ખાતે સારવાર લઈ રહી છે.
#Sindhuuday Dahod