ફતેપુરા તાલુકામાં ફુડ સેફટી વિભાગ દ્વારા ખાણ પીણીની દુકાનો પર ઓચિંતી તપાસ.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકામાં ફુડ સેફટી વિભાગ દ્વારા ખાણ પીણીની દુકાનો પર ઓચિંતી તપાસ
ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને જાહેર જનતાના આરોગ્યને ધ્યાનમાં દાહોદ જિલ્લા ફુડ સેફટી વિભાગ દ્વારા ફતેપુરા તાલુકામાં ખોરાક અને ઔષધી નિયામક તંત્રની ટીમ દ્વારા ફતેપુરા તાલુકાની ખાણીપીણીના સ્ટોલ સહિત દુકાનોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છેફતેપુરા તાલુકામાં ફૂડ એન્ડ સેફટી વિભાગ વ્હિલ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી ફતેપુરા નગરમાં આવેલ ખાણીપીણી નાસ્તા ફરસાણની દુકાનો હોટલોમાં લારીઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતી આ ચેકિંગમાં ખાસ કરીને ફોટોલોના કિચનોમાં સફાઈ અંગેનું સદન ચેકિંગ કરવામાં આવેલું હતું તેમ જ નાસ્તા ફરસાણ બનાવવાની દુકાનોમાં તળાવ માટે વપરાતા તેલનું ટીપીસી મશીન દ્વારા તેલની ચકાસણી કરવામાં આવેલ જે પેઢીમાં ટીપીસી વેલ્યુ વધારે પ્રમાણમાં આવેલ તે તેલ બાયોડીઝલ સાબુ બનાવવાની ફેક્ટરીમાં આપવા વેપારીઓને કડક સૂચના આપવામાં આવેલી છે તેમજ એકના એક તેલમાં નાસ્તા ફરસાણ ન તળાય વેપારીઓને સમજ આપેલ આમ તેમજ હોટલો રેસ્ટોરન્ટમાં અવર નવા નીકળતા જીવ જંતુ બાબતે હોટલ રેસ્ટોરન્ટના માલિકોને ફરજિયાત પ્રેસ્ટી કંટ્રોલ કરવાની સૂચના આપેલ છે આવી કામગીરી આગળ પણ ચાલુ રહેશે તેવું જણાવવામાં આવ્યું હતુંત્યારબાદ ફતેપુરા મામલતદાર કચેરી ખાતે મધ્યાન ભોજન ના સંચાલકો સાથે મિટિંગનું આયોજન કરીને મધ્યાન ભોજન ના સંચાલકો સાથે ફૂડ સેફટીમાં માહિતગાર કરવામાં આવ્યા હતામધ્યાહન ભોજન સંચાલકોને ફૂડ સેફ્ટી અંગેની જાગૃતિ લાવવા સારુ તાલીમ આપવા મામલતદાર કચેરી મુકામે અંદાજે ૨૦૦ ભોજન સંચાલકો ની ૨ બેચમાં દાહોદ જિલ્લાના ફૂડ સેફ્ટી ઓફિસર એન આર રાઠવા દ્વારા તાલીમ આપવામાં આવેલ.