બેંક ઓફ બરોડા ફતેપુરા શાખા દ્વારા 117 માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
બેંક ઓફ બરોડા ફતેપુરા શાખા દ્વારા 117 માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી.
જાગૃતિ કન્યા વિદ્યાલય ફતેપુરા માં વૃક્ષારોપણ કરી તેમ જ શાળા ને પંખાની ભેટ આપવામાં આવી હતી
આજ રોજ તારીખ 20/07/2024 ના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મુકામે આવેલ જાગૃતિ કન્યા વિદ્યાલય ખાતે બેંક ઑફ બરોડા ફતેપુરા અને બેંક ઑફ બરોડા ( દેના બેંક) વાંગડ શાખા દ્વારા 117 માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમાં બેંક ઓફ બરોડા દ્વારા શાળામાં ચાર પંખાઓ અને આંબાના વૃક્ષો ભેટમાં આપીને વૃક્ષારોપણ નો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો સ્થાપના દિવસની ઉજવણી કરી હતી ત્યારબાદ શાળામાં બાળકોને બેંક મેનેજર સાહેબ શ્રી શેખર અમરેન્દ્રકુમાર ફતેપુરા બ્રાન્ચ મેનેજર બાળકોને બેંક વિશે માહિતગાર કર્યા હતા તેમજ વાંગડ શાખા ના બેંક મેનેજર રિદ્ધિ ચંદ મીણા સાહેબ દ્વારા પણ વિશેષ માહિતી આપવામાં આવી હતી તેમજ પૂર્વ બેંક મેનેજર પર્વતભાઈ પારગી સાહેબ પણ વિશેષ માહિતી આપી હતી તેમજ B.C.ઓ વિનોદભાઈ,વસંતભાઈ,કાળુભાઈ,મહેન્દ્રભાઈ, અનિલભાઈ વગેરે હાજર રહીને આ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો તેમાં શાળાના આચાર્ય શ્રી ડી.એન. પ્રજાપતિ બાળકોને સમજ આપી અને શ્રી એચ.જે.પારગી દ્વારા આભાર વિધિ કરીને કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.