ઝાલોદ બેંક ઓફ બરોડાના 117 મા સ્થાપના દિવસ નિમિત્તે ઝાલોદ આંગણવાડીમાં આવતા બાળકોને સ્કૂલબેગ ભેટ વિતરણ કરવામાં આવ્યા.
પંકજ પંડિત
તાલુકો : ઝાલોદ
જિલ્લો : દાહોદ
ઝાલોદ બેંક ઓફ બરોડાના 117 મા સ્થાપના દિવસ નિમિત્તે ઝાલોદ આંગણવાડીમાં આવતા બાળકોને સ્કૂલબેગ ભેટ વિતરણ કરવામાં આવ્યા.
આજરોજ બેન્ક ઓફ બરોડાના 117 મા સ્થાપના દિવસ નિમિત્તે બેંક ઓફ બરોડા ની ઝાલોદની શાખા દ્વારા ઝાલોદ તાલુકામાં મુવાડા, બાજવાડા, કદવાલ, ગરાડુ, અને વાલ્મિકીવાસ આંગણવાડી માં ભણતા બાળકોને સ્કૂલબેગ વિતરણ કરવામાં આવ્યું. આ તકે ખાસ નોંધનીય છે કે બેન્ક વિવિધ ક્ષેત્રોમાં પોતાની સામાજિક જવાબદારી પણ નિભાવે છે.
ઝાલોદ બેન્ક ઓફ બરોડા શાખાના ચીફ મેનેજરશ્રી વિવેક અંશ, , બેન્ક ઓફિસર શ્રી અનિકેત ધાંકરિયા , જીતેન્દ્ર યાદવ અને બેન્કના કર્મચારીઓ. આઈ.સી.ડી.એસ માછી મેડમ.અને આશાવર્કરો ઉપસ્થિત રહયા હતા અને તેમના દ્વારા શાળાના બાળકોને પ્રેરક માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ બેન્ક ઓફિસર શ્રી શક્તિસ્વરૂપસિંગનો પણ ખૂબ જ સાથ સહકાર મળેલ જે બદલ સન્માન કર્યું અને બેન્ક ઓફ બરોડા ઝાલોદ શાખાનો ખુબ ખુબ આભાર પ્રગટ કર્યો હતો.