ઝાલોદ સાઈસર્જન સોસાયટી ખાતે ભાજપ મહિલા મોરચા દ્વારા ગૌરીવ્રતની ઉજવણી કરવામાં આવી.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ સાઈસર્જન સોસાયટી ખાતે ભાજપ મહિલા મોરચા દ્વારા ગૌરીવ્રતની ઉજવણી કરવામાં આવી
આજ રોજ તારીખ 21/ 7 /2024 ને રવિવારના રોજ ભારતીય જનતા પાર્ટી ઝાલોદ શહેર વોર્ડ નંબર ૪ સાઈ સર્જન સોસાયટી માં મહિલા મોરચાની બહેનો દ્વારા ગૌરીવ્રત નિમિત્તે ગૌરીવ્રત કરતી બાળાઓનું પૂજન કરી ફળફળાદી નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું .આ પ્રસંગે ઝાલોદ ભાજપા મહિલા મોરચાના મહામંત્રીજીગનીશાબેન પંચાલ, રૂપલબેન દરજી ,રંજનબેન પરમાર તેમજ મોરચાની અન્ય બહેનો મોટી માત્રામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

