ઝાલોદ એસ.ડી.એચ હોસ્પિટલ ખાતે હિપેટાંટીસ ડે નિમિત્તે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ એસ.ડી.એચ હોસ્પિટલ ખાતે હિપેટાંટીસ ડે નિમિત્તે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો.
આજરોજ 22-07-2024 સોમવારના રોજ ડી.ટી.એચ.ઓ અને ડો.આર.ડી.પહાડીયાના માર્ગદર્શન હેઠળ તેમજ ટી.એચ.ઓના સહયોગ થી એસ.ડી.એચ હોસ્પિટલ ઝાલોદ ખાતે હિપેટાંટિસ ડે નિમિતે હેલ્થ કેમ્પ કરવામા આવ્યો જેમાં હોસ્પિટલના ડો.માધવ , ડો.મેગા ,ડો અંજલિ ,ડો ધવલ તેમજ હોસ્પિટલના તમામ નર્સિંગ સ્ટાફના સાથ સહયોગથી હેલ્થ કેમ્પ કરવામાં આવ્યો અને જેમા હીપેટાંટિસ,એચ.આઈ.વી , આર.પી.આરના ટેસ્ટ કરવામાં આવ્યા અને દર્દીઓને સારવાર આપવામાં આવી જેમાં આઈ.સી.ટી કાઉન્સેલર હેતલબેન,એસ.ટી.આઈ કાઉન્સેલર અનિલભાઈ તેમજ લેબ ટેક્નસિઅન ડામોર પ્રકાશભાઇ હાજર રહ્યા અને તમામ દર્દી ઓને હિપેટાંટિસની સમજણ આપવામાં આવી હતી.