ટી. જે. પટેલ કોમર્સ કોલેજ નડિયાદ ખાતે ગૌરીવ્રત ઉજવણી કરવામાં આવી
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ ટી.જે.પટલ કોમર્સ કોલેજમાં ગૌરીવ્રત નિમિતે વિવિધ હરીફાઈનું આયોજન કરેલ. જેમા 50 થી વધારે વિદ્યાર્થીનીઓએ મહેંદી આર્ટ, થાળી ડેકોરેશન, નેઈલ આર્ટ, હેર સ્ટાઈલ જેવી વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં વિદ્યાર્થીનીઓએ તેમની સર્જન શક્તિ તેમજ કલાત્મકતાનાં દર્શન કરાવેલ બદલાતા સમય સાથે તાલ મિલાવતા આધુનિક અને પ્રાચીન શૈલીનાં મિશ્રણ સમાન નવી આઘુનિક ડિઝાઈન પણ જોવા મળી હતી. પરંપરાગત રચનાઓ ઉપરાંત આધુનિક વિષયોને આવરી લઈ વિવિધ સંદેશાત્મક ડિઝાઈન પણ જોવા મળી હતી. પર્યાવરણ રક્ષણ, સ્ત્રી સ્વાતંત્ર્ય વિગેરે થીમ ને કેન્દ્ર સ્થાને રાખવામાં આવેલ સમગ્ર હરીફાઈ કોલેજનાં સીડબલ્યુડીસી નાં વિભાગમાં કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રાધ્યાપિકા પ્રો. કુ. કંચનબેન તેમજ પ્રો. નુઝહતબેન ધ્વારા કરવામાં આવ્યું હતું. કોલેજનાં આચાર્ય ડો. મહેશકુમાર કે દવેના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું.