ઝ।લોદ ખાતે મુક બધીર દિવ્યાંગ ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો, સ્વરોજગાર માર્ગદર્શન અને અનુબંધમ નામ નોંધણી કેમ્પ યોજાશે.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝ।લોદ ખાતે મુક બધીર દિવ્યાંગ ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો, સ્વરોજગાર માર્ગદર્શન અને અનુબંધમ નામ નોંધણી કેમ્પ યોજાશે
દાહોદ જીલ્લા રોજગાર કચેરી દ્વારા ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા (ડીસેબીલીટી) ધરાવતા માત્ર ડેફ એન્ડ મ્યુટ (મુક બધીર)દિવ્યાંગતા ધરાવતા સ્વતંત્ર અવર-જવર કરી શકે તેમજ હાથથી કામ કરી શકે તેવા ૧૮ થી ૪૦ વર્ષના ધો.8 પાસ, ૧૦ પાસ, આઈ.ટી.આઈ., ૧૨ પાસ જેવી લાયકાત ધરાવતા દિવ્યાંગ ભાઈઓ અને બહેનો માટે તા.૨૫.૦૭.૨૦૨૪ ના સવારે ૧૦.૦૦ વાગે જે. આર. દેસાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ઝાલોદ ખાતે રોજગાર ભરતી મેળો યોજવામા આવશે. આ ભરતી મેળામાં, પી.જી.પી. ગ્લાસ પ્રા. લી. જંબુસર અને કોસંબા, કોસંબા ગ્લાસ ડેકો ગ્લાસ પ્રા. લી., જરોદ તેમજ અંશા ડેકો ગ્લાસ પ્રા. લી.ની શોર્ટર, પેકર અને હેલ્પર જેવી ૧૦૦ જેટલી જગ્યાઓ માટે ઈન્ટરવ્યુ લેવામા આવશે. ભરતી મેળામાં ઉમેદવારોને સ્વરોજગાર લોન સહાય તેમજ એન.સી.એસ., ડી.એ. અમદાવાદ અને વડોદરા દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ચાલતા ફ્રી વોકેશનલ તાલીમ કોર્ષ અંગે માર્ગદર્શન પણ આપવામા આવશે. ઉપરાંત રોજગારલક્ષી ઓનલાઈન અનુબંધમ પોર્ટલ પર નામ નોંધણી કેમ્પ યોજવામા આવશે. મુક બધીર ઉમેદવારોને ભરતી મેળામાં ભાગ લેવા રોજગાર અધિકારી દાહોદની યાદીમા જણાવવામાં આવ્યું છે.