હોસ્પિટલમાંથી મોબાઈલ ચોરીના ગુનામાં પોલીસે એક ઇસમને મોબાઈલ સાથે ઝડપી પાડ્યો
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ પોલીસે બાતબિના આધારે એન ડી દેસાઈ હોસ્પિટલ પાસેથી એક ઇસમને ચોરીના મોબાઇલ સાથે ઝડપી પાડ્યો છે પૂછપરછ કરતા ઇસમે હોસ્પિટલમાંથી મોબાઇલ ચોરીનો ગુનો કબૂલ કર્યો હતો પોલીસે ઇસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
નડિયાદ એન.ડી.દેસાઈ હોસ્પીટલમાં નર્સીગની પ્રેકટીસ કરતી વિધાર્થીની હોસ્પીટલના સ્ટોર રૂમમાં બેગ મુકી ફરજ ઉપર ગયેલ તે વખતે એક અજાણ્યા ઇસમે વિધાર્થીનીના બેગમાંથી મોબાઇલ ચોરી કરી હતી જે બાબતે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી હોસ્પીટલમાં લગાવેલ સી.સી.ટી.વી કેમેરાની ફુટેજ જોતા ફુટેજમાં એક ઇસમ શંકમદ જણાય આવેલ આવ્યો હતો. ગઈકાલ રોજ પો.સબ.ઈન્સ એન.જે.પંચાલ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી મળી હતી એન.ડી.દેસાઇ હોસ્પીટલમાંથી મોબાઇલ ચોરી કરનાર ઇસમ ઉત્તરસંડા ગામે રહેતો અજયભાઈ રોહીત છે. અને તેની પાસે એક ચોરીનો મોબાઈલ ફોન છે. જે મોબાઈલ ફોન લઈને ઉત્તરસંડાથી નડીયાદ એન.ડી. દેસાઈ હોસ્પિટલ આવવા નીકળેલ છે. જે બાતમી આધારે ઇસમને એન.ડી.દેસાઈ હોસ્પિટલ સામેથી ચોરીના મોબાઈલ સાથે પકડીને પુછપરછ કરતા ઉપરોકત ગુનાની કબુલાત કરેલ છે. તેમજ આરોપીની વધુ પુછપરછ કરતા આરોપી અગાઉચકલાસી પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગુનામાં સંડાવયેલ હોય અને આરોપી ગુનાહિત ઇતિહાસધરાવે છે.