બાલાશીનોર ટાઉન પોલીસ સ્ટેશનના મોબાઈલ ચોરીના અનડીટેક્ટ ગુનાને ડીટેક્ટ કરી આરોપીને ઝડપી પાડતી મહીસાગર એલ.સી.બી

રિપોર્ટર:-/ સંજય જયસ્વાલ સંતરામપુર

પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી અસારી સાહેબ તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા સાહેબનાઓએ આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી.અસારી સાહેબનાઓએ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવેલ તથા મિલકત સંબધી બનેલ વણશોધાયેલ ગુનાઓ શોધવા તથા બનતા અટકાવવા સારૂ ખાનગી બાતમીદારો રોકેલ અને હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સની મદદ લીધેલ.

દરમ્યાન પોલીસ ઇન્સપેકટર એ.બી.અસારી સાહેબ નાઓને મળેલ ચોક્કસ માહીતી આધારે બાલાશિનોર ટાઉન પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં. ૧૧૧૮૭૦૦૨૨૩૦૦૬૯/૨૦૨૩ ઇ.પી.કો.કલમ. ૩૭૯ મુજબના ગુન્હામાં ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન બાબતે તપાસ કરાવતાં સદર મોબાઇલ ફોન હાલમાં- ભરતભાઇ વિનુભાઈ વાઘેલા રહે ખોડીયારનગર બાલાશીનોર તા.બાલાસીનોર જી- મહીસાગરનાઓની પાસે હોવાની માહીતી આધારે સદર ઇસમની તેના ઘરે તપાસ કરતાં ભરતભાઇ વિનુભાઇ વાઘેલા આ ગુનાના વિવો કંપીનાના ચોરીના મોબાઇલ ફોન સાથે મળી આવેલ હોય જે આરોપીને આજ રોજ મોબાઇલ ફોન સાથે હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!