લીમખેડા ના પાલ્લી ગામે ગર નાળામાં પાણી ભરાતા લોકોને પડતી તકલીફ લોકોની સગવડ માટે બનાવેલ ગરનાળું જ લોકોને નડ્યું.
રમેશ પટેલ
લીમખેડા ના પાલ્લી ગામે ગર નાળામાં પાણી ભરાતા લોકોને પડતી તકલીફ લોકોની સગવડ માટે બનાવેલ ગરનાળું જ લોકોને નડ્યું
માનવ રહિત ફાટકો બંધ કરવાનો સરકાર દવારા નિર્ણય કરવામાં આવતાં કેટલીય ફાટકો બંધ કરીદીધી તેમજ કેટલીય જગ્યાએ હજી આ કામ ચાલું છે ત્યારે લીમખેડા તાલુકાના પાલ્લી ગામે આવેલ રેલ્વે ફાટક બંધ કરીને લોકોની અવર જવર માટે રેલ્વે દવારા ગરનાળુ બનાવી આપવામાં આવ્યું પરંતુ ત્યાં ચોમાસા દરમ્યાન પાણીનો નિકાલ થતો નથી તેથી લોકોને પાણીમાં જવા આવવા માટે ખુબ તકલીફ પડે છે આ નાળા નીચે થી લીમખેડા થી દેગાવાડા પાલ્લી અને બાંડીબાર તેમજ જવાહર નવોદયના સ્કૂલ પણ પાલ્લીમાં આવેલી છે જેના વિધાર્થીઓ અને વાલીઓને પણ ખુબ હાલાકી પડતી હોય છે અહીંયા રાત્રીના સમયે વધારે પાણી તેમજ લાઈટ પણ ન હોવાથી ભયનો માહોલ સર્જાય છે લાઇટ બાબતે માર્ચ ૨૦૨૩માં લીમખેડા પોલીસ દવારા યોજવામાં આવેલ લોક દરબારમાં દેગાવાડાના ગ્રામજનો દવારા દાહોદ એસ.પીને પણ રાજુવત કરવામાં આવી હતી પણ આજ દિવસ સુધી આ બાબતે સુવિધા કરેલ નથી જેથી લોકો પાણી તેમજ અંધારું એમ બંને મુસીબત નો સામનો કરીને પસાર થવું પડે છે