પત્નીના આડા સંબંધનો વ્હેમ રાખી પરીણિતા પર ત્રાસ ગુજારતા ફરિયાદ
કપડવંજ ગ્રામ્ય વિસ્તારમાં રહેતી પરીણિતાના પતિ પોતાની પત્નીના આડા સંબંધ હોવાનો ખોટી શંકા કરી ઝગડો કરતો હતો અને ત્રાસ આપતો હતો. આ બનાવ મામલે પરીણિતાએ પતિ, સાસુ અને સસરા સામે કપડવંજ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
કપડવંજ તાલુકાના ગામે રહેતી પરીણતાના ૯ વર્ષના લગ્નજીવનમાં ભંગાણ સર્જાયું છે. દંપતીને સંતાનમાં એક દિકરો અને એક દીકરી છે. પરીણિતાને છેલ્લા પાંચ વર્ષથી તેણીની ઉપર ખોટો વહેમ રાખી પતિ,સાસુ અને સસરા ત્રાસ આપે છે. જે ત્રાસ બાબતે પરીણિતાના પિયરના માણસો પણ જાણતા હતા. ૧૪ જુલાઈ ૨૦૨૪ના રોજ પીડીતા પોતાના સાસરે હતી ત્યારે પતિ નોકરીએથી આવ્યો અને કહ્યું કે કેમ સુઈ રહી છે પીડીતાએ કહ્યું કે મારી તબિયત નથી સારી બીમરા છું તો પતિએ કહ્યું કે તને તારા બનેવીની યાદ આવતી હશે ઢોંગ કરી પડી રહી છે તેમ કહી પીડીતા સાથે મારઝૂડ કરવા લાગ્યો હતો. તો પીડીતાના સાસુ, સસરા પણ પોતાના પુત્રનુ ઉપરાણું લઈ કહ્યું કે ‘નાક વગરની અમારા દીકરાને મારી નાખવા આવી છે તેમ કહી બોલાચાલી કરી હતી. વધુ માર મારશે તે બીકે પીડીતા સાસરેથી પિયર આવી ગઈ હતી. બાદમાં આજ દિન સુધી પીડીતાને સાસરીના લોકો તેડવા કે સમાધાન માટે ન આવતા આ બાબતે છેવટે પીડીતાએ પોતાના પતિ, સાસુ, સસરા સામે કપડવંજ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.