નડિયાદમાં જર્જરિત મકાનોમા છાજલીઓ તૂટી પડી, સદ્દનસીબે આ ઘટનામાં કોઇ જાનહાની નહીં
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ શહેરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોમા઼ ગુરૂવારે બ્લોક નંબર તણ માં બે છાજલીઓ તૂટી પડી હતી, જ્યારે બ્લોક નંબર પાંચ માં એક ગેલેરી તૂટી પડી હતી. જોકે, સદ્દનસીબે આ ઘટનામાં કોઇને ઇજા થઇ ન હતી.
નડિયાદ શહેરના વિશ્વનગર ફ્લેટ વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોને લઇને પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી. દરમિયાન ગુરૂવારે બ્લોક નંબર ત્રણ ના મકાન નંબર ૩૩ ની છાજલી તૂટી પડી હતી. આ છાજલી નીચેના ઘરની છાજલી પર પડતાં બંને છાજલીઓ તૂટી પડી હતી. જોકે, સદ્દનસીબે આ સમયે કોઇ હાજર ન હોવાથી કોઇ નુકસાન થયું ન હતું. આ ઉપરાંત ગુજરાત હાઉસિંગ બોર્ડના બ્લોક નંબર પાંચ ની ગેલેરી ધરાશાયી થઇ હતી, પરંતુ આ ઘટનામાં પણ કોઇ નુકસાન થયું ન હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનો જર્જરિત થયા હોવાછતાં પણ પ્રગતિ નગરની ઘટના બાદ લોકો જીવના જોખમે રહેવા તૈયાર છે પરંતુ મકાન ખાલી કરીને જવા તૈયાર નથી.

