નડિયાદ એસ.પી. કચેરી ખાતે સાયબર ક્રાઈમ જાગૃતિ માટે પત્રકાર પરિષદ યોજાઈ

નરેશ ગનવાણી નડિયાદ

ખેડા જીલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા દ્વારા ખેડા જીલ્લા ખાતે કરવામાં આવતી સાયબર ક્રાઇમની સારી કામગીરી જેવી કે, લોકોના સાયબર ક્રાઇમમાં બ્લોક કરાવેલ નાણા, સાયબર અવેરનેસ, નાણા પરત (રિફંડ) જેવી બાબતે પ્રજાલક્ષી કામગીરી કરવામાં આવેલ છે. આ બાબતે પ્રજાજનોમાં સાયબર ક્રાઇમ બાબતે જાગૃતતા આવે તે સંદર્ભે ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની અધ્યક્ષતામાં એસ.પી. કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. ગુજરાત પોલીસ દ્વારા સાયબર ક્રાઇમને રોકવા તેમજ ભોગ બનનારને રાહત માટેના ખુબ સુંદર પ્રયાસો કરવામાં આવી રહેલ છે. તાજેતરમાં ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમનો ભોગ બનેલ મધ્યમવર્ગના લોકોની પીડા ઘટાડવા માટે સાયબર ક્રાઇમની તપાસમાં ફીઝ થઇ ગયેલા ૨૮ હજાર જેટલા બેન્ક ખાતાઓને અનફ્રીઝ કરવામાં આવેલ છે. એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગેની નવી પોલીસી મુજબ હવેથી સાયબર ક્રાઇમમાં સંકળાયેલ એકાઉન્ટમાં કુલ રકમને બદલે ખાતાના એ ભાગને ફ્રીઝ કરે છે જે છેતરપીંડીથી અસરગ્રસ્ત હોય. (આખા એકાઉન્ટને બદલે માત્ર છેતરપીંડી સાથે સંકળાયેલ ચૌક્કસ રકમને જ ફ્રીઝ કરશે.) આખું બેન્ક એકાઉન્ટ ફીઝ થવાના કારણે લોકોને જે નાણાંકીય તણાવ થતો હતો તેમાં ઘટાડો થશે. જે નાગરિકોના એકાઉન્ટ ફ્રીજ થયેલ હતા અને પોતાના એકાઉન્ટમાં રહેલ રકમ મેળવવા અસમર્થ હતા તેવા લોકોના એકાઉન્ટ અનફ્રિઝ થવાના કારણે ખુબ જ રાહત અનુભવી છે. કારણ કે તે લોકલના રોજીંદા જીવનના વ્યવાહારો બેન્ક એકાઉન્ટ ઉપર આધાર રાખે છે. સાયબર ક્રાઈમથી બચવા માટે સાવચેતી અને જાણકારી એ જ સલામતી છે. સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નં 1930 પર સંપર્ક કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: