મકાનમાં તસ્કરોએ સોનાના દાગીના અને રોકડ રૂપિયા ૯.૪૫ લાખની ચોરી કરી ફરાર થઇ ગયા
નરેશ ગનવાણી નડિયાદ

ઠાસરા મારુતિ સોસાયટી ના મકાનમાં તસ્કરોએ બારીમાંથી પ્રવેશ કરી બેડરૂમના તાળા તોડી સોનાના દાગીના, રોકડ રૂપિયા ચોરી કરી હતી. ત્યારબાદ તસ્કરો ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ સહિતના ચાંદીના દાગીના મળી કુલ રૂ ૯.૪૫ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે ઠાસરા પોલીસે ફરિયાદ નોંધી છે.
ઠાસરા શહેરના મારૂતિ નિવાસમાં રહેતા આદર્શ પટેલ તા. ૧ ઓગસ્ટ ના રાત્રે યુવકના માતા-પિતા રાજસ્થાન જતા હોવાના કારણે યુવકનો ભાઈ ડાકોર મૂકવા ગયા હતા. ત્યારે યુવકના દાદા-દાદી તેના મૂળ વતનમાં ગયા હોવાના કારણે તેના રૂમમાં યુવકનો પરિવાર સાથે સૂતા હતા.
શુક્રવાર સવારે યુવકના પત્નીએ આવી યુવકને જગાડી માતા-પિતાના રૂમમાં ચોરી થઈ હોવાનું કહ્યું હતું. યુવક બેડરૂમમાં આવેલ કબાટનો લોક તૂટેલો હતો ત્યારે સામાન વેરવિખેર હાલતમાં હતો. જેમાં તપાસ કરતા સોનાના દાગીના રોકડ રૂપિયાની ચોરી થઇ હોવાનુ માલૂમ પડ્યુ હતુ. ત્યારે મકાનમાં બનાવેલ મંદિર માં તપાસ કરતા કૃષ્ણ ભગવાનની મૂર્તિ, ચાંદીનો લોટો, ચાંદીની થાળી ની ચોરી થઇ હતી. તસ્કરો સોનાના દાગીના રૂ ૮.૬૫ લાખ,રોકડ રૂ. ૪૦ હજાર અને ચાંદીની કૃષ્ણ ભગવાનની મૂર્તિ સહિત રૂ ૪૦ હજારની મત્તા મળી કુલ રૂ ૯.૪૫ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.આ બનાવ અંગે આદર્શ હરેશભાઇ પટેલ ઠાસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
