કપડવંજના માર્ગો ઉપર રાત્રિના સમયે સ્ટેટ લાઇટ બંધ હોવાથી નગરજનો પરેશાન

નરેશ ગનવાણી નડિયાદ

કપડવંજ શહેરના મુખ્ય માર્ગો પર છેલ્લા ઘણાં સમયથી રાત્રિના સમયે સ્ટ્રીટ લાઈટો બંધ હોવાને પરિણામે અકસ્માત થવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. તંત્ર કોઇ દુર્ઘટનાની રાહ જોતું હોય તેમ મુખ્ય માર્ગો પર પણ અંધારપટ છવાયેલો રહેતાં નગરજનોને પણ હાલાકી વેઠવી પડે છે.
કપડવંજ શહેરની મધ્યમાંથી સ્ટેટ હાઇવે પસાર થાય છે ત્યારે આ સ્ટેટ હાઇવે, મીના બજાર, ડાકોર રોડ, મોડાસા રોડ, જીઆઇડીસી વિસ્તાર, રત્નાકર માતા રોડ, દાણા રોડ તેમજ નદી દરવાજા પરની સ્ટ્રીટ લાઈટો રાત્રિના સમયે બંધ હોવાને કારણે રોડ ઉપર રખડતા ઢોરો માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને રાત્રિના સમયે દેખાતા ન હોવાથી અકસ્માતો સર્જાય છે, તેમછતાં પણ કપડવંજ નગરપાલિકાના ચીફ ઓફિસર અને સત્તાધિશો ગાઢ બેફિકર બની રહ્યા છે. કપડવંજ નગરપાલિકા દ્વારા સરકારના લાખો રૂપિયાના ખર્ચે શહેરમાં ૯૦૦ થી વધુ પોલ ઉભા કરી સ્ટ્રીટ લાઈટો લગાવવામાં આવી છે. હાલના  સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી આ માર્ગ પરથી પસાર થતાં વાહન ચાલકો અને સ્થાનિક શહેરીજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સ્થાનિક શહેરીજનો દ્વારા નગરપાલિકા પ્રત્યે આક્રોશ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!