ગરબાડા તાલુકાના સાહડા ગામ ખાતે એગ્રો સંચાલક દ્વારા ખેડૂતો પાસેથી ઉઘાડી લૂંટ.
રિપોર્ટર:વનરાજ ભુરીયા, ગરબાડા
બેગ ઉપર છાપેલી કિંમત કરતાં 53.5 રૂપિયા વધુ વસૂલ કરાતાં ખેડૂતોમાં રોષ.
ગરબાડા: સરકારના નિયમો અનુસાર કોઈપણ વિક્રેતાઓએ ખાતરની બેગ પર છાપેલ કિંમત કરતાં વધારે કિંમતે રાસાયણિક ખાતરનું વિતરણ કરી શકતા નથી તેમજ એગ્રો પર ડિસ્પ્લે બોર્ડ મૂકવું તથા બીલ બુક અધતન નમૂનામાં નિભાવવાની હોય છે પરંતુ ગરબાડા તાલુકાના સાહડા ગામના એગ્રો સંચાલક રાઠોડ રોશન કુમાર નારણભાઈ દ્વારા ખેડૂતો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે પરંતુ ગરબાડા તાલુકામાં ખાતરની અછત ના કારણે ખેડૂતો વધુ ભાવે પણ ખાતરની ખરીદી કરવા મજબૂર બન્યા છે સાહડા ગામના એગ્રો સંચાલક દ્વારા ખાતરની બેગ પર છાપેલી કિંમત કરતાં વધુ ભાવ વસૂલવા માં આવી રહ્યા છે તેઓ દ્વારા ખાતરની એક બેગની છાપેલી કિંમત 266.50 છે ત્યારે એગ્રો માલિક દ્વારા 320 રૂપિયા ખેડૂતો પાસેથી લઇ ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે તેમજ જે બિલ આપવામાં આવતું હોય એ ના આપી માત્ર કાગળની ચીઠ્ઠી પર લખી આપવામાં આવે છે અને એ કાગળ ફરી પાછું લઈ લેવામાં આવે છે. આમ કરી ગરબાડા તાલુકાના સાહડા ગામના એગ્રો સંચાલક દ્વારા 53.5 વધુ વસૂલી ગેરરીતિ આચરી અને ગરીબ આદિવાસી ખેડૂતો પાસેથી લૂંટ ચલાવાઈ રહી છે માટે ખેડૂતો દ્વારા એગ્રો સંચાલક સામે કડક સજારૂપે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઇ રહી છે.