દાહોદમાં આજે એક સાથે ત્રણ કોરોના પોઝીટીવ કેસથી ચકચાર
અનવરખાન પઠાણ / ધ્રૃવ ગોસ્વામી
દાહોદ તા.૦૨
દાહોદમાં આજે એક સાથે ૩ કોરોના દર્દીઓ સામે આવતા દાહોદ શહેર સહિત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી એક પછી એક કોરોના પોઝીટીવ આંકડામાં વધારો થતાં લોકોમાં ચિતાનો માહૌલ પણ જાવા મળી રહ્યો છે. આજના ત્રણ પોઝીટીવ કેસોમાં એક ઝાલોદ તાલુકાના લીમડીનો, બીજા દાહોદનો તથા ત્રીજા એક ફતેપુરા તાલુકાના ધનીકુંટ ગામનો હોવાનું સત્તાવાર માહિતી પ્રમાણે જાણવા મળેલ છે. આમ, દાહોદમાં હાલ હવે એક્ટીવ કેસોની સંખ્યા ૧૪ પર પહોંચી છે અને આ તમામે તમામ દર્દીઓ હાલ દાહોદની કોવિડ – ૧૯ એવી ઝાયડસ હોÂસ્પટલમાં સારવાર લઈ રહ્યા છે.
આજે ૧૧૮ સેમ્પલોના પરિણામ આરોગ્ય તંત્ર પાસે આવ્યા હતા જેમાંથી ૧૧૫ નેગેટીવ આવ્યા છે. બાકીના ત્રણ જેમાં એક વિશાલ મહાબાલ પલવેચા (ઉ.વ.૩૩,રહે.લીમડી, તા.ઝાલોદ,જિ.દાહોદ) જેઓ૩૦મીએ વડોદરા ખાતેથી આવ્યા હતા, બીજા પોઝીટીવ દર્દીમાં નરૂભાઈ ચુનીયાભાઈ સંગાડા જેઓ પહેલેથી જ દાહોદની ઝાયડસ હોÂસ્પટલમાં હતા ત્રીજા દર્દી રાજેશ વિનેશ મકવાણા (ઉ.વ.૨૨, રહે.ધનીકુટ, તા.ફતેપુરા) જેઓ અમદાવાદ ખાતેની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. આમ, આજે વધુ ત્રણ પોઝીટીવ દર્દીઓનો સમાવેશ થતાં આરોગ્ય તંત્ર દ્વારા આ ત્રણેય દર્દીઓના સંપર્કમાં આવેલ બીજા વ્યÂક્તઓનું ટ્રેસીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
#Sindhuuday Dahod