નડિયાદ ટાઉન પોલીસે બે ઘરફોડ ચોરીના કેસમાં  રૂ. ૫.૮૦ લાખનો મુદ્દામાલ સાથે છ ઇસમોની અટકાયત

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ ટાઉન પોલીસે બે ઘરફોડ ચોરીમાં છ ઇસમોની અટકાયત કરી રૂ ૫.૮૦ લાખનો મુદ્દામાલ રીકવર કર્યો છે. પોલીસે ઝડપી પાડેલા છ ઇસમો ટ્રેનમાં બેસી શહેરમાં ચોરી કરવા આવતા હતા. ત્યારે જે મકાન બંધ હોય અને તેની લાઇટો ચાલુ ન હોય તેવા મકાનના તાળા તોડી ચોરીને અંજામ આપતા હતા .આમ ટાઉન પોલીસે બે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે.
નડિયાદ શહેરમાં તા.૩૦ જુલાઇના રોજ શહેરના નાગરકૂઇ વિસ્તારમાં રહેણાંક મકાનમાં રૂ રૂ ૫.૫૦ લાખની અને તા.૭ ઓગસ્ટના રોજ રૂ. ૨૫ હજારના પિતળના વાસણ ની ચોરી થઇ હતી. આ બંને બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે ફરિયાદ નોંધી
એસ.બી. દેસાઇ તથા પો.સ.ઇ. આર.એચ.દેસાઇએ ગુનાની તપાસ હાથ ઘરી ગુનાવાળી જગ્યાની વીજીટ કરી જરૂરી ચાન્સપ્રિન્ટ લેવડાવેલ તથા ગુનાની તપાસ હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સોર્સના માધ્યમથી ગુનાની તપાસ અલગ અલગ ટીમ ધ્વારા તપાસ હાથ ધરી હતી. પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે  નડિયાદ શહેરમાં ખટારા સ્ટેન્ડ પાસે પોલીસનું વાહન જોઈ કેટલાક ઇસમો ભાગ્યા હતા. જેથી પોલીસને શંકા જતા પીછો કરી ઝડપી પાડયા હતા.જેથી પોલીસ પુછપરછ કરતાપોતાનુ નામ મનીષ વિષ્ણુભાઇ દંતાણી રહે, જીઆઇડીસી વડોદરા, આકાશ નગીનભાઇ દેવીપૂજક રહે ડી માર્ટ પાસે વિદ્યાનગર તા. આણંદ, રાહુલ મહેશભાઇ દંતાણી રહે પ્રતાપનગર બ્રિજ પાસે વડોદરા, ઈશ્વર રહે ઉમરેઠ તા.આણંદ, નરેન્દ્ર ઉર્ફે અજય ચંદુભાઈ દંતાણી રહે બોરસદ ચોકડી આણંદ અને મિતેષ દલપતભાઇ તડવી રહે ગોપી સિનેમા પાસે આણંદની પૂછપરછ કરતા આ છએ ઇસમો ટ્રેનમાં બેસી નડિયાદ આવતા હતા. અને રાતના સમયે શહેરમાં ફરતાં હતા દરમિયાન કોઇ મકાન બંધ હોય અને તેની લાઇટ ચાલુ ન હોય તેવા મકાનને ટાર્ગેટ બનાવી ચોરીને અંજામ આપતા હતા. આ બનાવ અંગે પોલીસે બંને ઘરફોડ ચોરીમાં ચોરાયેલ રૂ ૫.૮૦ લાખનો મુદ્દામાલ રીકવર કરી બંને ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: