સંતરામ મંદિરના પ્રાંગણ માં ૭૮માં સ્વાતંત્રદિનની ઉજવણી કરવામાં આવી
નરેશ ગનવાણી નડિયાદ

સંતરામ કેળવણી મંડળ દ્વારા સંચાલિત સંતરામ વિદ્યાલય તથા સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કુલ દ્વારા સંતરામ મંદિરના પ્રાંગણ માં ગુરૂવારના રોજ ૭૮માં સ્વાતંત્રદિનની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં સ્કુલ બેન્ડ દ્વારા અતિથિઓ ને આવકારવામાં આવ્યા હતા. કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય રમણભાઈ વાળંદ માનદ સેવક સંતરામ નેત્રાલય ,સંતરામ મંદિરના નિજ સેવક કનુભાઈ પટેલ , અરવિંદભાઈ પટેલ , પરષોત્તમભાઈ પટેલ ના હસ્તે કરવામાં આવ્યું. સંત સચ્ચિદાનંદજી શાંત સરોવર , સોમ આશ્રમ, માઉન્ટ આબુ ના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. સંત સચ્ચિદાનંદજી એ આશીર્વચન પાઠવ્યા હતા. આ પ્રસંગે કક્ષા ૭ થી ૧૨ માં પ્રથમ નંબર આવનાર દરેક વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર બે હજાર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સંસ્થાના મંત્રી સંત નિર્ગુણદાસજી મહારાજે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરી કાર્યક્રમના અંતે આભાર વિધિ કરી હતી આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ મહંત રામદાસજી મહારાજે શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભ આશીર્વાદ પાઠવ્યા
