દંપતિ માતાજીના દર્શન કરી ધરે પરત ફરતા અકસ્માત સર્જાયો, મહિલાનુ મોત નિપજ્યું
નરેશ ગનવાણી નડિયાદ
ખેડા જિલ્લાના કઠલાલ નજીકના લસુન્દ્રા ગામના હાઈવે પરથી બાઇક પર જતી દંપતીની પાછળથી બાઇને ટક્કર મારતા મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. મીનાવાડા માતાજીના દર્શન કરવા આવેલ દંપતિ દાહોદ પરત ઘરે જતા સમયે આ અકસ્માતની ઘટના બની છે. આ મામલે કઠલાલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના નાની ઢઢેલી ગામના સંજયભાઈ દિતાભાઈ ભેદી રહે છે. ૧૪ ઓગસ્ટના રોજ સંજયભાઈ પોતાનુ બાઇક પર પત્ની મીનાબેન સાથે ખેડા જિલ્લાના મહુધા તાલુકાના મીનાવાડા ગામે દશામા ના દર્શને કરવા આવ્યા હતા. માતાજીના મંદિરે દર્શન કરી દંપતી બપોર બાદ પરત પોતાના ઘરે જવા નીકળ્યા હતા.
દરમિયાન કઠલાલ તાલુકાના લસુન્દ્રા ગામ નજીકના સીતાપુરા પાટીયા પાસે પાછળથી પુરપાટે આવેલા બાઇક ના ચાલકે સંજયભાઈની બાઇક પાછળથી અથડાવી હતી. જેથી આ બંને રોડ પર પટકાયા હતા. અકસ્માત થતાં આસપાસના લોકો આવી ગયા હતા. આ અકસ્માતમાં બંને ચાલકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. બાઇક પર પાછળ બેઠેલા મીનાબેનને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યાં મીનાબેનનુ ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજયું હતું. આ બનાવ મામલે અકસ્માત સર્જનાર બાઇક ચાલક સામે સંજયભાઈ ભેદીએ કઠલાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.