ઝાલોદ કૉલેજમાં ૭૮મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ *
ઝાલોદ કૉલેજમાં ૭૮મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી.
*શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદ ખાતે કોલેજમાં ૭૮મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં ઝાલોદ વિદ્યા સમાજ ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી એસ. આર. રાવ ઉપસ્થિત રહી ધ્વજારોહણ કર્યું હતું. તેમજ શ્રી એસ. આર. રાવ સાહેબ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં આચાર્યશ્રી મધુકર પટેલ સાહેબ સહિત તમામ કોલેજ પરિવારના સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ કોલેજના એન. સી. સી. વિદ્યાર્થીઓએ પરેડ કરી હતી. તેમજ એન. એન. એસ.ના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીત ઉપર નૃત્ય પ્રસ્તુત કર્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓમાં દેશભક્તિ જાગૃત થાય તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.