દાહોદમાં કોરોના સંક્રમણનો વધતો પ્રકોપ : આજે જિલ્લા વિકાસ અધિકારી સમેત પાંચના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા ખળભળાટ

અનવરખાન પઠાણ / ધ્રૃવ ગોસ્વામી

દાહોદ તા.૦૬
આજે ૧૩૬ કોરોના રિપોર્ટ સેમ્પલોના પરિણામ આવ્યા હતા જેમાં દાહોદ જિલ્લા વિકાસ અધિકારી રજીત રાચનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યાના સમાચાર સાથે જ દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ સહિત જિલ્લા વહીવટી તંત્રમાં ચકચાર મચી જવા પામી છે. જિલ્લા વિકાસ અધિકારી સાથે સાથે બીજા ૪ કોરોના દર્દીઓનો પોઝીટીવ રિપોર્ટ પૈકી જેમાં ફરજાનબેન ગફારભાઈ (ઉ.વ.૫૧,રહે.દાહોદ), ઈન્દુ નગીન પરમાર (ઉ.વ.૬૦, મોટાઘાંચીવાડ,દાહોદ), મહોમ્મદ રફીક અબ્દુલસલામ ભુંગા (ઉ.વ.૫૧, રહે.નાનાડબગરવાડ,દાહોદ) અને સમીરભાઈ જશવંતભાઈ દેવદર (ઉ.વ.૩૬,રહે.દાહોદ) એમ આ કુલ પાંચ વ્યÂક્તઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. ઉપરોક્ત પાંચ વ્યÂક્ત પૈકી ફરજાનબેન ગફારભાઈ કુંજડાનું મૃત્યુ થયું હોવાની મળતી સત્તાવાર માહિતી પ્રમાણે દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી કુલ ૩ દર્દીઓ મોતને ભેટ્યા છે. દાહોદમાં વધતા જતાં કોરોના સંક્રમણને પગલે જિલ્લા આરોગ્ય વિભાગમાં ચિંતાના માહોલ સાથે સાથે કામગીરીમાં પણ વધારો થવા માંડ્યો છે. અત્રે ઉલ્લેકનીય છે કે, દાહોદ જિલ્લાવાસીઓએ પોતાની સાવચેતનીના પગલે સ્વંય પણ તંત્રને સાથ અને સહકાર આપી કામ વગર ઘરની બહાર ન નીકવુ અને કામથી નીકળવું તો માસ્ક અને સેનેટરાઈઝરનો ઉપયોગ અવશ્ય કરવો જાઈએ. આમ, દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર, પોલીસ તંત્ર અને વહીવટી તંત્રને દાહોદ જિલ્લાવાસીઓ દ્વારા સાથ અને સહકાર આપવામાં આવે તો આવનાર દિવસોમાં કોરોના સંક્રમણનું પ્રમાણ દાહોદમાં જરૂરથી ઘટશે પરંતુ હાલ છેલ્લા કેટલાક દિવસોથી એક પછી એક અને ગઈકાલ અને આજેથી એમ બે દિવસમાં ૧૩ કેસો નોંધાતા જિલ્લાવાસીઓમાં એક પ્રકારનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: