ખેડાના ગોકુળપુરા વિસ્તારમા રોડ ઉપર કાયદો કિચરના કારણે રહીશોને હાલાકી
નરેશ ગનવાણી નડિયાદ

ગોકુળપુરા વિસ્તારમાં રહેતી મહિલાઓ દ્વારા કાદવ કિચડ ના કારણે પડતી હાલાકી ને લઈ ખેડા તાલુકા પંચાયત કચેરી ખાતે
રજૂઆત કરવામાં આવી હતી. આ રોડ પર કિચડના કારણે દૂધ ભરવા જવાનું ભારે હાલાકી ભોગવવી પડે છે. અને વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે પણ કાદવ કિચડ માંથી પસાર થઈને જવું પડી રહ્યું છે. જેથી તાત્કાલિક ધોરણે નવો માર્ગ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. કલોલી થી નાની કલોલી બે કિલોમીટર નો રોડ છ વર્ષ અગાઉ બનાવવામાં આવ્યો હતો. તે પછી રોડ ઉપર રીસરફેસિંગ તેમજ કોઈપણ જાતનું ખાડા પુરવાનું કામ કરવામાં આવ્યું નથી. નાની કલોલી થી ગોકુળપુરા સુધી એક કિલોમીટરના અંતરમાં લોકોને કાદવ કીચડ માંથી પસાર થવું મુશ્કેલ બની ગયું છે. ત્યારે ગોકુળપુરા વિસ્તારમાં માલધારી સમાજના આસરે ૨૦૦ મકાનો આવેલા છે. અગાઉ રોડ વિભાગના અધિકારીઓ દ્વારા દોઢ વર્ષ અગાઉ સ્થળ તપાસ કરીને ઉપર દરખાસ્ત મુકવામાં આવી છે. ત્યારે અધિકારી દ્વારા વહેલી તકે ડામરનું કામ કરવામાં આવશે તેવી બાંયધરી આપવામાં આવી હતી. પણ હજુ સુધી રોડ બનાવવામાં આવ્યો નથી. ગોકુળ પુરા વિસ્તારમાં વાહન ચાલકોને તેમજ નાના વાહનો જઈ શકે તેમ નથી માત્ર પગ દંડીથી કાદવમાંથી પસાર થઈને ગોકુળ વાસમાં જઉ પડે છે. આ રોડ પર ઢીંચણ સુધી પગ કાદવમાં ખૂંપી જાય છે નાના બાળકો પણ નિશાળે જવા માટે કાદવ કીચડ માંથી પસાર થઈ રહ્યા છે. રહિશો દ્વારા નવો માર્ગ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે .
