ઝાલોદ એકલ ગ્રામોથ્થાન ફાઉન્ડેશન દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામા આવી.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ એકલ ગ્રામોથ્થાન ફાઉન્ડેશન દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામા આવી
રક્ષાબંધન પર્વ ભારતીય સંસ્કૃતિમા અનેરુ મહત્વ છે રક્ષાબંધન ભાઈ-બહેનનો પવિત્ર પર્વ છે બહેન ભાઈને રક્ષા સુત્ર બાંધી તેની રક્ષાનુ વચન લે છે તે અંતર્ગત ઝાલોદના એકલ ગ્રામોથ્થાન ફાઉન્ડેશનના બહેનોએ પોલીસ સ્ટેશન અને જેલમા કેદીઓને રાખી બાંધી પોલીસ જવાનોને નગરમાં શાંતિ સલામતી અને નારીઓના રક્ષણની વચન લીધુ અને જેલમા કેદીઓ પાસે ગુનાહિત પ્રવૃતિ છોડી સારા નાગરિક બની દેશહિત અને સમાજહિતના કાર્ય કરવાનુ વચન લીધુ ઝાલોદ પોલીસ સબ ઈસ્પેક્ટર એમ.એમ.માળી તથા પોલીસ સ્ટાફે બહેનનોની સુરક્ષા વચન આપ્યુ.

