જિલ્લા કલેકટરે ભારે વરસાદના અનુસંધાનમાં ખેડા જિલ્લાવાસીઓને સુરક્ષિત રહેવા અપીલ કરી
નરેશ ગનવાણી નડિયાદ
ખેડા જિલ્લામાં અતિ ભારે વરસાદને પગલે કલેકટર અમિત પ્રકાશ યાદવ દ્વારા જિલ્લાવાસીઓને સુરક્ષિત રહીને સ્વયં અને પરિવારની તકેદારી રાખવા માટે અપીલ કરવામાં આવી છે. કલેકટરએ જણાવ્યું હતું કે અગત્યના કામો સિવાય બહાર અવર જવર ટાળવી અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રમતગમત કે ફરવા અર્થે જવું નહિ. અમિત પ્રકાશ યાદવે ઉમેર્યું હતું કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાયાની તમામ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. તેમણે જિલ્લાવાસીઓને સતર્ક રહેવા અનુરોધ કર્યો હતો.