ઝાલોદ ધારાસભ્ય મહેશ ભૂરીયા દ્વારા ચાર વિસ્તારોમાં વિવિધ શાળાઓમા નવીન ઓરડાઓનુ લોકાર્પણ કરાયું.
પંકજ પંડિત
તાલુકો : ઝાલોદ
જિલ્લો : દાહોદ
ઝાલોદ ધારાસભ્ય મહેશ ભૂરીયા દ્વારા ચાર વિસ્તારોમાં વિવિધ શાળાઓમા નવીન ઓરડાઓનુ લોકાર્પણ કરાયું
એક કરોડ એંસી લાખના ખર્ચે કુલ ચાર વિસ્તારમાં 19 ઓરડાઓનુ લોકાર્પણ કરાયું
આજ રોજ ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશ ભૂરીયા દ્વારા કુણી ગામે મુખ્ય પ્રાથમિક શાળામાં 54 લાખના ખર્ચે 6 ઓરડા , ડુંગરી ગામે લખા ફળિયામા પ્રાથમીક શાળામાં 18 લાખના ખર્ચે 2 ઓરડા, લીમડી કન્યા પ્રાથમીક શાળામા 90 લાખના ખર્ચે 9 ઓરડા, ખરવાણી ગામે બાવળી. વર્ગ શાળામાં 18 લાખના ખર્ચે 2 ઓરડાઓનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આમ કૂણી, ડુંગરી, લીમડી ખરવાણી ચાર શાળાઓમાં કુલ 19 ઓરડાઓ એક કરોડ એંશી લાખ રૂપિયાના કામોનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દરેક સ્કૂલમા આચાર્યો, ગ્રામજનો, સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.