ખેડા જિલ્લાના કઠલાલ પાસે એસઓજી પોલીસે ગાંજા સાથે એક ઇસમની અટકાયત કરી
નરેશ ગનવાણી નડિયાદ
ઠલાલના વડવાળી મુવાડીમાં જિલ્લા એસઓજીની ટીમે બાતમી આધારે રેડ પાડી ગાંજો, બે મોબાઇલ, વજનકાંટો મળી કુલ રૂ ૨૭ હજારનો મુદામાલ સાથે એક શખ્સની અટકાયત કરી છે.
જિલ્લા એસઓજીની ટીમ કઠલાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે વડવાળી મૂવાડામાં રહેતા કાંતિભાઈ રાઠોડતેના ખેતરમાં આવેલ મકાનમાં ગાંજાનો મુદામાલ રાખી તેનું ખાનગીમાં વેચાણ કરે છે. જિલ્લા એસઓજી ની ટીમે બાતમી આધારિત સ્થળે દરોડો પાડ્યો હતો. તે સમયે એક શખ્સ હાજર મળી આવતા તેની અટકાયત કરી મકાનમાં તલાશી લેતા ગાંજા મળી આવ્યો હતો.આ બનાવ અંગે એસઓજી ની ટીમે ૨.૧૧ કિલોગ્રામ ગાંજો,2 મોબાઇલ રૂ ૫૫૦૦,વજન કાંટો રૂ.એક હજાર મળી કુલ રૂ ૨૭ હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો. અટકાયત કરેલા કાંતિની પ્રાથમિક પૂછપરછ કરતા ગાંજો રાજસ્થાનનો રાજેશ આપી ગયો હોવાની કબૂલાત કરી હતી.આ બનાવ અંગે પોલીસે કાંતિની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.