વડતાલધામ ખાતે બે દિવસીય મહિલા સાહિત્યકાર સંમેલન યોજાયું
નરેશ ગનવાણી નડિયાદ
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય ની રાજધાની વડતાલ ખાતે તારીખ ૩૧ ઓગસ્ટ અને ૧ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ ‘મહિલા સાહિત્યકાર સંમેલન’ યોજાયું હતું. ઉદ્દઘાટન પ્રસંગે સમગ્ર ભારતમાંથી ઉપસ્થિત વિદુષી મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ઉદ્દઘાટન પ્રસંગે મહામંડલેશ્વર લક્ષ્મીશંકર ત્રિપાઠી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં.પદ્મશ્રી ડો.વિદ્યાબિંદુ સિંહે પદ શોભાવ્યું હતું.તેમણે નારી સાહિત્યની ગતિ વિધિઓ વિશે વાત કરી હતી. વર્તમાન સમયના નારી સાહિત્યની વિસ્તૃત વિવેચના કરી હાલમાં કેવું સાહિત્ય રચાવવું જોઇએ તે વાત કરી હતી. રાષ્ટ્રીય સંગઠન મંત્રી પ્રો.નીલમ રાઠીએ ‘મહિલા સાહિત્યકાર સંમેલન’ ની ભૂમિકા રજૂ કરી હતી: મહિલા સાહિત્યકાર સંમેલનમાં સાહિત્ય અકાદમી દિલ્હીના ઉપાધ્યક્ષ પ્રો.કુમુદ શર્માજીએ બીજ વકતવ્ય આપ્યું હતું.તેમણે મહિલા સાહિત્યકારને સમાજ નિર્માણ માટે ઉત્તમ સાહિત્યના સર્જન માટે આવાહન કર્યું હતું: તેમણે મહિલા સાહિત્યકાર પાસે એવા સાહિત્ય સર્જનની અપેક્ષા રાખી હતી જે સમાજમાં ચાલતા નકારાત્મક પ્રભાવને દુર કરી હકારાત્મક અભિગમ વ્યાપ્ત બને:
શાસ્ત્રી સ્વામી શુકદેવપ્રસાદદાસજી તથા
વડતાલ મંદિરના કોઠારી ડો.સંત સ્વામી જેઓ હાલ વિદેશના સત્સંગ યાત્રા પ્રવાસે હોય તેમણે વડતાલનો મહિમા વર્ણવતા જણાવ્યું હતું કે પ્રાચીનકાળમાં વડતાલની ધર તીપર લક્ષ્મીદેવીએ બે હજાર વર્ષ તપશ્ચર્યા કરી નારાયણને પ્રસન્ન કર્યાં હતાં. તેમજ આ ધરતી પર વસવાટ કર્યો હતો.તે વાતને યાદ કરી પવિત્ર ભૂમિ વડતાલ મુકામે મહિલા સાહિત્યકાર સંમેલન યોજાયું તેનો રાજીપો વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત લંડનથી ડો.સંત સ્વામીએ વિડિયો દ્વારા સમગ્ર ભારતમાંથી ઉપસ્થિત વિદુષી મહિલાઓને આવકાર્યા હતાં. તેમણે મહિલા સાહિત્યકારને સનાતન ધર્મ માટે ઉત્તમ સાહિત્યના સર્જન પ્રતિ પ્રવૃત્ત થવા આવાહન કર્યું હતું. આ ઉપરાંત વિદુષી મહિલાઓની લેખની અવિરત વહેતી રહે તે માટે આશિર્વાદ આપ્યાં હતાં. વિશિષ્ટ વક્તા તરીકે ડો.કુસુમ કેડિયાએ ઉદબોધન પ્રાપ્ત થયુકર્યુંહતું. સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડો. નિરંજન પટેલે સમગ્ર ભારતમાંથી ઉપસ્થિત વિદુષી મહિલાઓ અને અન્ય મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. અખિલ ભારતીય સાહિત્ય પરિષદના રાષ્ટ્રીય મંત્રી નીલમ રાઠી અને સંગઠન મંત્રી શ્રીધર પરાડકરજી ઉપસ્થિત રહ્યાં હતાં. આભારદર્શન ડો. અનુ મહેતા અને સંચાલન ડો.રૂપા ડાંગરે કર્યું હતું. આ કાર્યક્રમમાં રજીસ્ટાર ડો.ભાઈલાલભાઈ પટેલ , ડૉ.સૂર્યકાંત પારેખ અખિલ ભારતીય સાહિત્ય પરિષદ ગુજરાત પ્રાંતના મહામંત્રી ડૉ. ભરત ઠાકોર, મંત્રી ડો. મહેન્દ્ર નાઇ, અખિલ ભારતીય સાહિત્ય પરિષદ આણંદ એકમના અધ્યક્ષ એસ.કે. ઉપાઘ્યાય, મહામંત્રી રાકેશ રાવત, ડો.રમેશ ચૌધર ડૉ.ભારમલ પટેલસ, સુનિલભાઈ શાહ , સરદાર પટેલ યુનિવર્સિટીના અધ્યાપકો, અખિલ ભારતીય સાહિત્ય પરિષદના સમગ્ર ગુજરાતના અને આણંદ એકમ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.