દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ફતેપુરા ઘટક-૨ ના આંગણવાડી કેન્દ્ર ” સાગડાપાડા ૨ ” ખાતે પોષણ માહની ઉજવણી કરાઈ.

ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ફતેપુરા ઘટક-૨ ના આંગણવાડી કેન્દ્ર ” સાગડાપાડા ૨ ” ખાતે પોષણ માહની ઉજવણી કરાઈ
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ફતેપુરા ઘટક-૨ ના આંગણવાડી કેન્દ્ર ” સાગડાપાડા ૨ ” ખાતે જિલ્લા પ્રોગ્રામ ઓફિસરસુશ્રી ઇરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ ૭ માં રાષ્ટ્રીય પોષણ માસ”ની ઉજવણી કરવામાં આવી હતી.જે અન્વયે ફતેપુરા ઘટક -૨ icds શાખાના ઇન્ચાર્જ cdpo સુશ્રી દિવ્યાબેન પંજાબી તથા ઘટક – ૨ ના bnm, pse તથા ગામના વડીલો, સગર્ભા બેનો, ધાત્રીમાતાઓ, કિશોરીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે, અત્યારે પોષણ માહ ૧ થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૪ અંતર્ગત સુપોષિત ભારત – સાક્ષર ભારત – સશક્ત ભારત બનાવવા માટે રાષ્ટ્રીય પોષણ માહની ૫ થીમ પર ઉજવણી કરવામાં આવી રહી છે.
જેમાં એનિમિયા, વૃદ્ધિ દેખરેખ, પૂરક ખોરાક, પોષણ ભી પઢાઈ ભી, સુશાસન, પારદર્શિતા અને કાર્યક્ષમ રીતે સેવાઓ પહોંચાડવા માટે ટેક્નોલોજીનો સમાવેશ થાય છે.
સગર્ભા, ધાત્રી માતાઓ, કિશોરીઓ, ૭ માસથી ૩ વર્ષના બાળકો, ૩ થી ૬ વર્ષના બાળકો, સાસુઓને એકત્રિત કરી વાનગી નિદર્શન કરી THR ( બાલ શકિત, માતૃ શક્તિ, પૂર્ણા શક્તિ ) માંથી બનતી વિવિધ વાનગીની જાણકારી આપવામાં આવી હતી.બાળકને જન્મ આપ્યા પછી માતા સંપૂર્ણ આહાર લે તે અંગેની સમજ, ૬ મહિના પછી ઉપરી આહારની શરૂઆત કરવા અંગેની સમજ આપવામાં આવી હતી ઉપરાંત ‘ એક પેડ માં કે નામ ‘ અંતર્ગત કેન્દ્ર પર ગ્રામજનોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: